________________
ઈતિહાસ ]
જય અત્યારે પણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ભરૂચમાં મુખ્ય મંદિર છે. મૃતિ ભવ્ય અને દર્શનીય છે. ભરૂચમાં બીજાં ૯ જિનમંદિર છે. સ્થાન દર્શનીય છે. “અહિં કુળીસુકાઈ” આ સ્તુતિ અત્યારે પણ સાર્થક છે એમ જરૂર લાગે છે. ઉપાશ્રય, ધર્મશાળા વગેરેની સગવડ છે.
મહામંત્રી વરતુપાલ તેજપાલ અહીં ખાવ્યા હતા. તેમણે અહીં ત્રણ સરસ્વતી શંકરજ્ઞાનમંદિર કરાવ્યા હતા. હમ્મીરમદમર્દન જયસિંહસૂરિજીએ બનાવ્યું છે તેમાં ભરૂચનું વર્ણન છે. શકુનિકાવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવના સમય સુધી વિદ્યમાન હતું.
અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત કર્યું અને સુપ્રસિદ્ધ જૈન તીર્થમંદિરને મદરૂપે બનાવી દીધું. શ્રીયુત બરજસ મહાશય ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે તેમણે “ બાયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા ” પુસ્તકના ૬ વોલ્યુમમાં આ જુમ્મા મસિદ વિષે નેધ લખી છે.
ઈ. સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનોના હાથમાં ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિન્દુ અને જૈન દેવાલયોને મરછમાં ફેરવી નાખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મામજીદ ૫ણું જેન મંદિરમાંથી પરિવર્તિત બનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષો ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે, એમ જણાય છે.”
આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિઓની કોતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પની કળાનું રૂ૫, અને લાવણ્ય ભારતવર્ષમાં અજોડ છે ” ( A. s. of India Vol. VI. P. 22 FE. )
મુસલમાનના રાજ્ય તંત્ર નીચે, પણ કાયમ રહેલી હિન્દુ કળાનું એમાંથી સુચન થાય છે. જુમ્મામજીદની લંબાઈ ૧૨૬ ૧/૨ છે અને પહોળાઈ પર ફૂટની છે. અડતાલીસ થાંભલાની સરખી હાર છે. તે ઉપર અગાશી છે. અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે, છત ઉપર આબૂના વિમળ વધતીમાં જે સુંદર તરણું છે તેવી તરણું છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અને કળા અભુત છે. થાંભલા ઉપરના પાટમાં જેન અને હિન્દુ ધાર્મિક જીવનનાં કેટલાંક દો કતરેલાં છે. ''
ભરૂચના કિલ્લામાં સિદ્ધરાજે અથવા કુમારપાલે જે પત્થર વાપર્યા છે એના જેવા જ ત્યારે અત્યારે આ મંદિરમાંથી બનેલ મરિજીદમાં પણ દેખાય છે.
આ ઉપરથી એમ લાગે છે કે આંબા મંત્રીએ બહુ જ મજબૂત ઉત્તમ પથરાનું અને કારીગરીવાળું સુંદર મંદિર બંધાવ્યું છે.
આ મસિદને ઉત્તર તરફને દરવાજે જૈન દેવળનો છે. દ્વારપાળ યક્ષ દંડ લઈને ઉભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઈ ગઈ છે, ઉંબરે બારસને છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com