________________
-
ઇતિહાસ ]. : ૨૩૭ :
લરવ અહીંની આબોહવા ઘણું જ સારી છે. હવા ખાવાનું સ્થાન છે. શ્વેતાંબર ન ધર્મશાળાઓ છે. સગવડ સારી છે.
ભરુચ (અશ્વાવબેધ તીર્થ) અમદાવાદથી મુંબઈ જતી B. B. & C. I. રેલ્વેમાં ભરૂચ સ્ટેશન આવે છે. ભરૂચ લાટદેશની પ્રાચીન રાજધાની છે-હતી. ભરૂચથી છ માઈલ દૂર અશ્વાવધ તીર્થ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ તીર્થની સ્થાપના થઈ હતી.
શ્રી મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભૂતલમાં વિચારી રહ્યા હતા. વિહાર કરતા કરતા પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. આ વખતે ભરૂચમાં જિતશત્રુરાજા પિતાના સર્વ લક્ષણસંપન્ન અશ્વનું બલિદાન દેવા તૈયાર થયા હતા. પિતાના જવાથી અશ્વનું કલ્યાણ થશે એમ જાણુ ભગવાન પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી એક જ દિવસમાં ૬૦ કેશ ભરૂચના કરંટ વનમાં પધાર્યા. ઉપદેશ આપી રાજાને પ્રતિબધી અવના જીવને તેનો પૂર્વ ભવ કહી બચાવ્યા. અશ્વ અનશન કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવ થયા. બાદ ત્યાંથી આવી પ્રભુજીના સમવસરણના સ્થાને રત્નમય સુંદર જિનમંદિર બંધાવ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીની સુંદર પ્રતિમાજી સ્થાપિત કર્યા. પિતાની પણ અશ્વરૂ૫ મૂતિ બનાવી બાદ દેવલોકમાં ગયો, ત્યારથી અશ્વાવધ તીર્થ: પ્રસિદ્ધિમાં આવ્યું.
આવી જ રીતે અહીં કરંટ વનમાં એક સમળી મૃત્યુ સમયે મુનિવરેના સુખથી નમસ્કાર મહામંત્ર સાંભળી સિંહલદેશના રાજા ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાને સાત પુત્રે પછી દેવીની આરાધનાથી સુદના નામની પુત્રી જન્મી. તે જન્મમાં નવકાર મંત્ર સાંભળતાં જાતિસમરણ જ્ઞાન થયું કે પોતે પૂર્વ ભવમાં ભરૂચમાં નર્મદા તીરે કરંટ વનમાં સમળી હતી. એક વાર વડ ઉપર બેઠેલી તેવામાં પારધીના બાણથી વીંધાયેલી હું કરુણ આકંદ કરતી હતી. તેવામાં કોઈ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યું. તેની અનુમોદના કરી. ત્યાંથી મૃત્યુ પામી હું રાજપુત્રી થઈ છું. આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થયા બાદ કેરેટ વનમાં ચિત્યને જીર્ણોદ્ધાર કર્યો. ગ્રેવીસ દેરીઓ બનાવી, પૌષધશાળા, દાનશાળા વગેરે કરાવ્યાં ત્યારથી શકુનિકા વિહારની પ્રસિદ્ધિ થઈ. અને તે સુદર્શના મૃત્યુ પામી ઈશાનદેવકમાં ઉત્પન્ન થઈ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આ પ્રસંગ બન્યો છે. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાં જીવંતસ્વામી તરીકે પૂજાય છે.
બાદ પરમાતે પાસક મહારાજા કુમારપાલપ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી મહામાત્ય ઉદાયનના પુત્ર મંત્રીશ્વર અંબડે પિતાના પુણ્યાથે શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યા. આ વખતે મિથ્યાદષ્ટિ સિંધવા દેવીએ તેને ઉપસર્ગ કર્યો હતે જેનું નિવારણ આચાર્યશ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com