________________
વોરા, જગડીયાજી
૨૩૬
[ જૈન તીર્થોને ૨. ૧૨૫૧ માં ભીમદેવના રાજ્યમાં યોગશાસ્ત્રવૃત્તિ લખાવી.
૩. ૧૪૯૦ માં પૂર્ણિમા ગચ્છના શ્રી રામચંદ્રસૂરિજીએ વિક્રમચરિત્ર પાબન્ધ બનાવ્યું
૪. ૧૭૬૩ માં ઉપદેશમાળા કથા લખાઈ છે.
અહીં અત્યારે ચાર-પાંચ સુંદર જ્ઞાનમંદિરે-જ્ઞાનભંડાર છે, જેમાં પ્રાચીન અર્વાચીન પુસ્તક સંગ્રહ ઉત્તમ છે. આત્મારામજી જૈન પાઠશાળા ચાલે છે. કન્યાશાળા છે. સુંદર પાંચ ઉપાશ્રયો છે. બે વાડીઓ જમણું વગેરે માટે છે. લગભગ ત્રણસો ઉપર જેનેના ઘર છે. યશવિજય વાટિકા નવી બની છે. જિજ્ઞાસુએ જરૂર લાભ લેવા જેવું છે.
આ સિવાય જાહેર સ્થાનમાં પણ હીરા ભાગોળ, માતા દેકડી, લાલાટેપમીજા વાવ, તેજ તલાવ, જૂને કિલ્લો વગેરે જોવા લાયક સ્થાને છે.
વડોદરા (વટપદ્ર) ગુજરાતમાં ગાયકવાડ સરકારની રાજધાની તરીકે વડોદરા ( Baroda ) પ્રસિદ્ધ છે. અહીં નરસિંહજીની પિળમાં દાદા પાર્શ્વનાથજીનું મહારાજા કુમારપાલના સમયનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે. ૧૯૭૩ માં આને જીર્ણોધ્ધાર કરી બહુ સુંદર બનાવ્યું છે. પાવાગઢના જૈન મંદિરમાં બિરાજમાન શ્રી ભીડ
ભંજન પાર્શ્વનાથજીની મૂતિ; પાવાગઢમાં જેન વસ્તીના અભાવે એ મૂતિ અહીં • પધરાવ્યાં છે. દાદા પાશ્વનાથજીની મૂતિ વેળુની લેપમય બહુ જ ચમત્કારી અને
ભવ્ય છે. આ સિવાય બીજા પણ સુંદર ૧૮ જિનમંદિર છે. અહીં શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજને જ્ઞાનભંડાર પણ સારો દર્શનીય છે. પુસ્તકસંગ્રહ સારો છે. ગાયકવાડ સ્ટેટની રાજધાની હોવાથી રાજમહેલ, બીજા રાજકીય મકાને, કલેજ, કલાભુવન વિગેરે જોવા લાયક છે. ગાયકવાડ સ્ટેટની લાયબ્રેરી, વડેદરા એરીએન્ટલ સીરીઝ, પુરાતત્વ સંગ્રહ વગેરે જેવા યોગ્ય છે.
અહીં નજીકમાં છાણું ગામ છે. ત્યાંના મંદિરે દર્શનીય છે. ત્યાં પણ પુસ્તકભંડાર સારે છે.
જગડીયાજી ભરૂચ જીલ્લામાં આવેલ અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલ્વે જાય છે ત્યાં વચ્ચમાં જ જગડીયા તીર્થ આવે છે. જગડીયા સ્ટેશનથી એક માઈલ દૂર તીર્થ
સ્થાન છે. ૧૯૨૧ માં શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી પ્રગટ થયાં અને નૂતન જિનમંદિરમાં શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક બિરાજમાન થયા ત્યારથી શ્રી છે. જાથ પ્રભુનું તીર્થ કહેવાય છે. પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠા૧૨ જાગૃત છે. દર પૂનમે મેળો ભરાય છે. વિ. શુ. ૩ મોટો મેળો ભરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com