________________
દભવતી ( ઈ)
: ૨૩૪ :
[ જેને તીર્થનો દંતકથા સંભળાય છે કે સાગરદત્ત નામે સાર્થવાહ ફરતે ફરતે દર્ભાવતી આવ્યો. એને જ પૂજા કરવાને નિયમ હતે. ભૂલથી પ્રતિમાજી સાથે લાવવાનું ભૂલી ગયે. પ્રતિમા–પૂજન સિવાય ભજન કઈ રીતે થઈ શકે? પછી વેળુની સુંદર પ્રતિમા બનાવી પૂજન કરી ભેજન કર્યું, અને તે પ્રતિમાને કૂવામાં પધરાવી. કૂવામાં પધરાવેલ પ્રતિમાજી કૂવામાં અખંડ રહી-અંશમાત્ર પીગળી નહિં. થોડા સમય પછી સાર્થવાહ ફરતે ફરતે પાછા દર્શાવતી આવે. અધિષ્ઠાયકદેવે એને સ્વપ્નમાં જણાવ્યું કે-તમોએ બનાવેલ વેળુની પ્રતિમાજી બહાર કાઢે. બીજે દિવસે સુતરના તાંતણે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. પ્રતિમાજીની દિવ્ય કાંતિના દર્શન કરવાથી સર્વ લેકીને ખૂબ આનંદ થયો. પછી સાર્થવાહે મેટું મંદિર બંધાવી પ્રભુજીને સ્થાપન કર્યા. પ્રતિમાજી અર્ધ પદ્માસન અને મહાચમત્કારી છે. તેઢાની માફક દઢ અને વજસમાન મજબૂત હોવાથી પ્રતિમાજીનું નામ પણ “ઢણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ થયું. જે કૂવામાંથી આ મૂર્તિ નીકળી તે કૂવે પણ અત્યારે મહાલક્ષ્મીજીના મંદિર પાસે વિદ્યમાન છે.
“ પ્રાચીન તીર્થમાળામાં પણ આ પ્રમાણે ઉલેખ મલે છે. લેઢણ ત્તિપરી જાણયે, ઉથામણે હે મહિમા ભંડાર
(વિ. ૧૬૬૮) ની રચના જગત વલ્લભ, કલિકુંડ ચિંતામણ ઢણુ. (૧૮૮૨)
આ ચમત્કારી મતિ અત્યારે દર્ભાવતીમાં-ડાઈમાં વિદ્યમાન છે. એને લઢણ પાર્શ્વનાથજીનું દહેરાસર કહે છે. આ મંદિર સુંદર બે માળનું છે. નીચેના ભાગમાં મૂલનાયક તરીકે સુંદર શ્યામમનહર શ્રી લેઢણુ પાર્શ્વનાથજી છે. જમણી બાજુ શાંતિનાથજી અને ડાબી બાજુ શ્રી આદિનાથજી છે. ઉપરના ભાગમાં મૂલનાયકજી શ્રી શીતલનાથજી છે. આ સિવાય બીજ સુંદર સાત મંદિર છે. આ મંદિરમાં કુલ ૬૭ કૃતિઓ છે. બહારના ભાગમાં ચમત્કારી મણિભદ્રજી છે. સિદ્ધચક્રજીને પટ પણ સંદર છે. સાતે મંદિરોને ટૂંક પરિચય નીચે આપું છું.
(૧) શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર–આ મંદિરમાં કુલ ૩૪ મૂર્તિઓ છે. આ મંદિરમાં શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. સ્ફટિક રત્નની એક પ્રતિમા પણ છે.
(૨) શ્રી ધર્મનાથ સ્વામીનું મંદિર આ મંદિરમાં કુલ ૪૮ મૂર્તિઓ છે. એક વીશવટ અને પંચતીર્થી સુંદર છે.
(૩) શ્રી આદિનાથજીનું મંદિર-અહી કુલ ૨૬ મૂર્તિઓ છે.
(૪) શ્રી શામળાજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. ગંધારવાળાએ આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે પણ વજાવંડ વગેરે ગંધારીયા કુટુમ્બવાળા ચઢાવે છે. શ્રી શામળા પાર્શ્વનાથજી ઉપરના ભાગમાં મૂલનાયકજી છે. અહીં કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની મૂર્તિ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com