SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સરી પાસ : ૨૩૦ [ જૈન તીર્થનો મતિ બહુ જ ચમત્કારી અને પ્રભાવિક છે આ પ્રદેશમાં અનેક ચમત્કારે આ તીથેના સંભળાય છે અહીં જેનાં ૨૫ ઘર છે, ધર્મશાળા છે અને પાઠશાળા છે. અહીં આજુબાજુમાં અનેક પ્રાચીન ટીંબા, ખંડિયેરે, પથરાના બાંધેલા અચીન કૂવાઓ છે ગામથી એક માઈલ દૂર પૂર્વમાં દેવત ભેડા સ્થાન છે, જયાં અનેક જૈન મંદિરે હતાં. એક બાવન જિનાલયનું પ્રાચીન ભવ્ય મંદિર પણ હતું. અહીંથી મતિઓ નીકળે છે. આ સ્થાને ૮૦૦ વર્ષ પહેલાં એક પીપલપુર નગર હતું. પીપલક-પી૫લક ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ નગર હોઈ શકે તેમ સંભવે છે. અહીંથી નીકળેલ કાલિકા માતાની મૂર્તિ ઉપર લેખ છે. સં. ૧૩૫૫ માં પ્રતિષ્ઠિત છે. તેમજ નોષિા grf: gfg: આ જોતાં આ અંબિકા દેવીની મૂર્તિ શ્રી નેમિનાથ ભગવાનની અધિક યિકા જણાય છે. . આ સિવાય ગામ બહાર પશ્ચિમેત્તરના મેટ મેદાનમાં ૧૪૪૪ થાંભલાવાળું ૭ર દેરીવાળું પ્રાચીન મંદિર હતું જે મુસલમાના જમાનામાં નષ્ટભ્રષ્ટ થયું, અત્યારે પણ આ તરફનો જમીન ખેદતાં સુંદર કોતરણીવાળા પત્થરે, થાંભલા વગેરે નીકળે છે. ગામની અજ્ઞાન જનતા આ થાંભલા લઈ જઈ કૂવા વગેરેના થાળામાં વાપરે છે. આ સિવ ય અંચલગચ્છ પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ મળે છે કે અંચલ ગચ્છની વહૃભી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલકસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ શેઠ મુંજાશાહે મેટું મંદિર કરાવ્યું હતું અને એની પ્રતિષ્ઠા કરાવી હતી. મુંજાશાહે મંદિર બનાવવામાં પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં સવા કરોડ રૂપિયાને ખર્ચ કર્યો હતે. * ઉપરનું મંદિર કદાચ મુંજાશાહનું પણ હોઈ શકે એમ લાગે છે, કારણ કે અત્યારે આ બાજુ મુંજાશાહની વાવ જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે. અહીથી બીજા બે લેબે પણ મલ્યા છે. "संवत् १२६१ वर्षे ज्येष्ठसुदि २ रवौ श्रीब्रह्माणगच्छे श्रेष्ठि बहुदेवसुत देवराणागभार्यागुणदेव्या श्रीनेमिनाथबिम्बं कारितं, प्रतिष्ठितं श्रीजयप्रभसूरिभिः (ખંડિત પરિકરને લેખ) __ " संवत् १५६८ वैशाखबदि ८ शुक्रे उपकेश सा० लूगड सा. वीरी मात्मजेन श्रीपार्श्वनाथवि कारितं प्र० विजयप्रभमूरिभिः પરન્તુ ભૂલનાયક શ્રી નેમિનાથજીની મૂર્તિ તે આ લેખોથી પણ પ્રાચીન છે. સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ લાગે છે. અહીં એક વાર હજારની સંખ્યામાં ને વસતા હતા. ત્યાં અત્યારે માત્ર જેનોનાં વીસ ઘર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy