________________
-
ભીલડીયાજી-ઊણ
: ૨૨૪ :
[ જૈન તીર્થનો ભેંયરું નાનું અને અંધારું હતું તે મોટું કર્યું. પૂર્વ દિશાનું દ્વાર પણ મુકાયું અને જાળીઓ પણ મૂકી. આ પહેલાં ચીઠી નાંખી અહીંથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીને ઉપર લઈ જવા પ્રયત્ન કરે પરંતુ ના આવી. પછી અહીં જ પ્રભુજીને રાખી સુધારાવધારો કરાવ્યો. અંદર આરસ પથરાળ્યો.
૧૮૭૨ પહેલાં સરીયદના શ્રાવકે એ શ્રી પાર્શ્વનાથજીને પોતાના ગામ લઈ જવા પ્રયત્ન કરેલો. પ્રભુજીને ગાદી ઉપરથી ઉઠાવ્યા પણ ખરા પરંતુ બહાર નીકળતાં દરવાજા જેવડું મેટું રૂપ થયું; ભમરાનાં ટોળાં વળ્યાં એટલે પ્રતિમાજીને મૂકી તેઓ જતા રહ્યાં.
જ ઉપરના વર્તમાન મૂલનાયકજીને સં. ૧૮૩ ના વિ. શુદ ૫. ડીસાના મંગલાણી રવચંદ ભુખણદાસનાં વિધવા પત્ની પુરબાઈએ ૧૩૦૧ આપી બેસાયા છે.
૧૯૮૨ થી દર પૂર્ણિમાએ ભાતું અપાય છે–પોષ દશમને માટે મેળો અને ત્રણ નકારશી થાય છે, રથયાત્રા નીકળે છે. અહીં આ મેળાના દિવસોમાં એક દિવસ આજુબાજુના ઠાકરડાઓને પણ જમાડાયા છે જેના પરિણામે તેઓ કદી પણ કઈ યાત્રાને હેરાન નથી કરતા, તેમ લૂંટફાટ કે ચોરી પણ નથી કરતા.
સં. ૧૯૬૨માં વીરચંદભાઈના સ્વર્ગવાસ બાદ વહીવટ ડીસાનિવાસી શેઠ લલ્લુભાઈ રામચંદને સોંપ્યો હતો અને હાલ તેમના સુપુત્રો પુનમચંદભાઈ વહીવટકરે છે. એમણે પણ ઉપરના ભાગમાં શત્રુંજય ગિરનાર વિગેરેના પટકરાવ્યા. અત્યારે દિનપ્રતિદિન તીર્થની ઉન્નતિ થઈ રહી છે. માત્ર અહીં આવતાં રસ્તાની અગવડ છે. રેલ્વે રસ્તે પાલનપુરથી ડીસા અવાય છે. અને ડીસાથી ગાડા, ઊંટ કે ગાડીયો રસ્તે ભીલડીયાજી લગભગ દસ ગાઉ દૂર છે ત્યાં જવાય છે.
વિશેષ માટે ભીલડીયાજી તીર્થ પુસ્તક તથા જૈન યુગને ભીમપલ્લી નામને લેખ વગેરે જેવાં.
પ્રાચીન તીર્થમાલામાં ભીલડીયાજીને આ પ્રમાણે સંભાર્યું છે. “સારી શ્રી વીરજિjદ, થિરાદ રાધનપુરે આણંદ ભગવંત ભેટું મનઉહાસિ, ધાણધારી, ભિલડીઉ પાસ” કચ્છપ્રદેશમાં અંજાર શહેરમાં શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીનું મંદિર છે.
ભીલડીયાજીની યાત્રાએ આવતાં અમોને નીચેના સ્થળાનો લાભ પ્રાપ્ત થયા હતા.
ઉણ અહીં પ્રાચીન સુંદર જિનમંદિર છે. રાધનપુરથી છ ગાઉ દૂર છે. સુંદર ઉપાય છે. શ્રાવકનાં ઘર છે, પરંતુ ખેદપૂર્વક લખવું પડે છે કે ઘર થોડાં ને કસંપ મટે છે. ભાવિક હોવા છતાંયે કેણ ઉપાશ્રયે જાય એ પ્રશ્ન એમને બહુ વિકટ લાગે છે. એટલે મહાનુભા ઉપાશ્રયે વિચારીને જ આવવા લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com