SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૨૩ : ભીલડયા. ગયા છે. અહીંની ધર્મશાળામાં પણ વાપર્યા છે. કેટલાક પત્થરે તે સારી કેરણીવાળા હતા, ઘણીવાર ટકા જેવા સીક્કા પણ નીકળે છે. ૧૪. અલ્લાઉદ્દીન ખુનીએ પાટણ તેડયું તે જ અરસામાં અર્થાત ૧૩૫૩ માં આ નગર તેડયું છે. ૧૫. રામસેનથી ભીમપલ્લી બાર કેશ દૂર છે. ૧૬. નવું ભીમપલી ૧૮૭૨ માં વસ્યું. ડીસાના વતની મતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડીયા “અણુદા” બ્રાહ્મણને પ્રેરણ કરી, રાજ્યની મદદથી નવું ભીલડીયા વસ્યું છે. શ્રાવકોનાં ઘર અત્યારે પાંચ છે. ૧૮૯૦ માં નવું નાનું જિનમંદિર બન્યું છે. ૧૮૯૨ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં રહેલી અંબિકાદેવીની મૂર્તિ નીચે નીમ્ન લેખ છે. સં. ૧૩૪૪ વર્ષે ચેક શુદિ ૧૦ બુધે છે. લખમસિંહેન અંબિક કારિતા. ગામના મંદિરમાં પણ મૂલનાયકજી શ્રી નેમિનાથજી છે અને આજુબાજુ ચંદ્રપ્રભુ અને આદિનાથજી બિરાજમાન છે. આણંદસૂરગચ્છના શ્રી વિજયરાજસૂરિજી કે જેમને સમય વિ. સં. ૧૭૦૪ થી ૧૭૪ર છે તેમણે ૧૭૨૫ પછી હમીરાચલ, તારણગિરી, આરાસાણુ, નંદીય (નાંદીયા), રાણકપુર, સંખેશ્વરજી, ભીલડીક (ભીલડીયાજી) એમ સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. આ હિસાબે આ તીર્થને ૧૭૧૫ પછી જીદ્ધાર થયો છે, પરંતુ વળી મુસલમાની હુમલામાં મંદિરને અને નગરને નુકશાન પહોંચ્યું છે. શ્રાવકોએ ભૂલનાયકને મૂલ જગ્યાએથી હટાવી રક્ષણ માટે બીજે સ્થાને હટાવી દીધા. ત્યારપછી આ ભૂત મૂલનાયકને બદલે બાજુના સ્થાને પધરાવી હોય એમ લાગે છે એટલે જ ૧૮૭૨ માં નીચે પ્રસંગ બન્યા હશે. ૧૭૨૫ ના જીર્ણોધ્ધાર પછી ૧૭૪૬ માં આવેલા કવિ શીતવિજયજી લખે છે કે ધાણધારે ભીલડી પાસ ધાણધારના ભીલડીયા નગરમાં ભીલડીયા પાર્થ નાથજી છે. અને ત્યારપછી હુમલામાં મૂલનાયક સ્થાનેથી રક્ષણ માટે પ્રતિમાજીને હટાવી અન્યત્ર પધરાવ્યાં હોય એમ લાગે છે. ૧૭. નવા ભીલડીયા વણ્યા પછી અહીંના શ્રાવકે તીર્થની સંભાળ લેતા હતા. સં. ૧૯૩૬ પછી પં. શ્રી ઉમેદવિજયના ઉપદેશથી ડીસાના શ્રી સંઘે વહીવટ સંભાળ્યો. અને પાટણના રહીશ પરીખ વીરચંદભાઈને વહીવટ સંયે, તેમણે આજુબાજુની જમીન વાળી કેટ કર્યો. અંદર કૂ અને ધર્મશાળા બંધાવ્યાં. આ વખતથી પિષ દશમીને મેળો શરૂ થયો. નેકારશી પણ ચાલુ થઈ. ૩. ૨૩e a sms gફ ૨૦ . સ્ત્રણમણિદેવ વાત આ લેખ એક દેવની નીચેની મૂર્તિમાં છે તેમજ શ્રી પાર્શ્વનાથજીની એક ધાતુમૂર્તિ ઉપર ૧૩૫૧ ને લેખ છે. તેમજ ૧૩૫૮ ને લેખ એક શિવમંદિરની દિવાલમાં જડેલ છે. ધાતુમતિ ગામ બહારના તીર્થના મંદિરમાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy