________________
ઇતિહાસ ] : ૨૧૭ :
લીલડીયાજી. (આ મૂર્તિ ઉભડક હાથ જોડી બેઠેલી છે. બે હાથમાં ચાર આંગળીઓ અને અંગૂઠાની વચમાં મુહપત્તિ છે. પાટ ઉપર બિરાજમાન છે. શરીર ઉપર કપડો છે. જમણે ખભે ખુલે છે, નીચે બે બાજુ હાથ જોડી શ્રાવક બેઠેલા છે.).
અહીંના વિરમંદિર બન્યાનો બીજો એક પ્રાચીન ઉલેખ ઉપલબ્ધ થાય છે વિ. સં. ૧૩૦૭ માં શ્રી અભયતિલક ગણીએ શ્રી મહાવીર રાસ બનાવ્યું છે. એમાં આ પ્રમાણે લખ્યું છે–
ભીમપલ્લીપુરિ વિહિભવ અનુસંઠિયું વીરૂ અહિંદુ; દરિસણિ મિત્ત વિભવિય જણ અનુડઈ ભવદુહકદે. ૩ છે
તસુ ઉવરિ ભવાણુ ઉરંગ વરતરણું મંડલિયરાય આ એસિઅ ઈસોહણ સાહેણા ભુવણપાલેણ કોરાવિયં જગધરાહ સાહુકલિ કલસ ચડાવિય. શા
* આ મંદિર બંધાવનાર ભૂવનપાલ શાહ એ સવાલ-ઉકેસવંશમાં થયા છે. તેમના મૂલપુરુષ ક્ષેમધર શાહ, તેમના પુત્ર જગાધર શાહ. તેમને ત્રણ પુત્રો હતા. યશોધવલ, ભુવનપાલ અને સહદેવ. ભૂવનપાલને ખીમસિંહ અને અભયકુમાર નામે બે પુત્રો હતા. તેણે ધન્યશાલિભદ્ર અને કૃતપુણ્યનાં ચરિત્ર લખાવ્યાં છે. ભૂવનપાલ અને તેમના પૂર્વજોએ અજમેર, જેસલમેર, ભીમપલીમાં અનેક સુકૃત કાર્યો કરી પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો છે.
ભીમપલીમાં ભૂવનપાલે મંડલિકવિહાર બનાવ્યો છે તે મંડલિક મહારાણાની પ્રીતિભરી રહાયતાથી આ મંદિર બન્યું છે માટે મંડલિકવિહાર નામ આપ્યું છે. એમણે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી એ મંદિરને વિશાલ બનાવ્યું અને ધ્વજાદંડ વગેરે ચઢાવ્યાં છે.
ભીમપલીમાં સોલંકી-વાઘેલા રાજાઓ રાજ્યકર્તા હતા અને તેઓ ગુજરેશ્વરાની આજ્ઞામાં હતા. મહારાજા કુમરપાલ વાઘેલા અર્ણોરાજને ભીમપલીને સ્વામી બનાવ્યો હતો. આ અર્ણોરાજે ભીમદેવને ( બીજાને ) ગુજરેશ્વર બનાવવામાં સહાયતા કરી હતી. .
ભીમપહલી ઉપરથી ભીમપલ્લીય ગચ્છ પણ નીકળે છે એમ લેખે ઉપરથી જણાય છે. આ ગ૭ના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મલ્યા છે. આ ઉપરથી એમ લાગે છે કે સોળમી સદીમાં પણ ભીલડીયા ઉન્નત, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી હશે ખરું. સં. ૧૫૦કને લેખ આ પ્રમાણે છે--
सं १५०६ वर्षे वैशाख शु. १२ गुरौ गुनर हा. दो. गोपाल भा. साई पितृमातृश्रेयसे सुतधर्मसायराभ्यां श्रोशीतलनायबिम् का. श्रीपूर्णिमापने भीम. पल्लोय भ. श्रीजयचंद्रसूरिणामुपदेशे प्र०
બીજ ૧૫૦૭ ના લેખમાં શ્રી જયચંદ્રસૂરિજીના ગુરૂનું નામ પાસચંદસરિષદે લખ્યું છે. ૨૮
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com