________________
ભીલડીયાજી
: ૨૧૬ :
[જેન તીર્થોને ભાવાર્થ-જે વર્ષમાં વીજાપુરના વાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકલશ ચડાવવામાં આવ્યું, અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વીરપ્રભુનું ચય સિદ્ધ થયું, તે વિક્રમ સંવત ૧૩૧૭ માં મહા શુદિ ૧૪ ને દિવસે ચાચિગરાજાના રાજ્યસમયમાં જાવાલિ પુર(જાહેર)માં વીરજિનના વિધિચેત્યના મંડનરૂપ એવોશ જિનેશ્વરના મંદિરે પર મેટા મહત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધ્વજદંડ સાથે સોનાના કલશેની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે.
અર્થાત્ ૧૩૭ માં ભીમપલીમાં વીર મંદિર સ્થાપિત થયું છે, પરંતુ ત્યાર પછી એ જ સૈકામાં ભીમપલલીને નાશ થયે છે.
અત્યારે મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુજીની જમણી બાજુ શ્રી આદિનાથ પ્રભુજી અને ડાબી બાજુ પાષાણની ચોવીશી છે. મૂલનાયકજી અને ડાબી બાજુના પાષાણની
વીશીની વચમાં ભારવટ નીચે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. મૂલનાયકજી પણ પ્રાચીન છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પણ સંપ્રતિ મહારાજાના સમયનાં કહેવાય છે. મૂલ ગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી તરફ ખૂણામાં શ્રી ગૌતમ ગણધરેંદ્ર ની પ્રતિમા છે, જેના નીચે શિલાલેખ છે, જે આ પ્રમાણે છે
*(?) “સંવત ૨૩૪ (૨૩) વૈશાણ વહિક રૂપે શ્રીગોત(२) मस्वामीमूर्तिः श्रीजिनेश्वरसूरिशिष्प श्री जि(३) नप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च सा. (४) बोहिध पुत्र सा. वइजलेन मूलदेवादि (५) कुटुम्बसहितेन स्वश्रेयोऽर्थः स्वकुटुम्बश्रेयोऽर्थ च"
ભાવાર્થ-સંવત ૧૩૩૪-(૨૪) માં વૈશાખ વદિ પ ને બુધવારે શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી જિનપ્રબોધસૂરિજીએ કરાવી છે. જેમણે મૂર્તિ બનાવરાવી છે તે શ્રાવકનું નામ સા. બેહિધના પુત્ર વજલ અને મૂલદેવે પિતાના અને કુટુમ્બના શ્રેયને માટે આ ભવ્ય મૂર્તિ કરાવી છે.
* શ્રી ભીલડીયાજી તીર્થવર્ણન નામની બુક છપાઈ છે તેમાં સંપાદક મહાશયે ૧૩૨૪ નો સંવત મૂક્યો છે, સા. પછી થોડાં મીંડાં મૂક્યા છે, “વજલેન” ને બદલે “ સીરી વઈજનેન” છે, “કુટુમ્બસહિતન ”ને બદલે “ભ્રાતૃસહિતેન ” છે. ઉપરને લેખ તો અમે વાંચીને લીધે છે. આ પાઠાંતર તો કેઈ ઇતિહાસવિદ્દ એને મેળવી સત્યશોધક બને તે હેતુ માટે જ આયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com