________________
મગરવાડા
: ૨૧૪ :
[ મ તીના
૨ ખીજું મ ંદિર શ્રી શાન્તિનાથજીનું છે. આ મંદિર પણ ત્રણ માળનુ ભવ્ય છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. મેડી ઉપર શ્રી સભવનાથજી છે અને ભેાંયરામાં શ્રી ઋષભદેવજીની મૂર્તિ છે. આ સિવાય શ્રી મહાવીર ભગવાન અને સીમધરસ્વામિની મૂર્તિ છે. આ મંદિરના જીર્ણોદ્ધાર ૧૭૪૭ માં થયા છે અને પ્રતિષ્ઠા શ્રી નયવિજયગણુિશિષ્યાણુ શ્રી માહનવિજયજી ગણુિએ કરી છે.
સીમંધરસ્વામિની મૂર્તિ પશુ ચૌદમી સીના કારટક ગચ્છના આચાયે પ્રતિષ્ઠિત કરેલી છે. આ સિવાય આ મંદિરમાં એક સપ્તતિશત નિપટ્ટક છે. આ પટ્ટક પાલનપુરના સમસ્ત શ્રાવક શ્રાવિકાએએ કરાવેલ છે અને પ્રતિષ્ઠા કારક ગચ્છના આચાર્યશ્રી સર્વદેવસૂરિજીએ કરેલ છે.
૩. ત્રીજું મંદિર શ્રી આદિનાથજીનુ છે. મૂલનાયક શ્રી કેસરીયાનાથજીની બદામી રંગની લગભગ એ ફૂટની સુંદર મૂર્તિ છે. મેડી ઉપર શ્રો પાર્શ્વનાથજી છે. ૪. ચેથું મંદિર જેમાં લગભગ ચાર ફૂટ માટી ભવ્ય શ્રી નેમિનાથજીની મૂર્તિ છે.
ચારે મ ંદિરે દર્શનીય છે. અત્યારે વહેંમાન તપ ખાતુ, ભેાજનશાળા વગેરે પશુ છે. ધર્મશાળા પણ છે. ગામ બહાર દાદાવાડી છે. જ્યાં ચૈત્રી અને કાતિકી પૂર્ણિમાએ સિદ્ધગિરિજીના પટ બંધાય છે. અહીં શ્વે. મૂર્તિપૂજક નેાનાં ૫૦૦ ઘર છે. સ્થાનકમાર્ગી એનાં ૩૦૦ ઘર છે, અને સમાજમાં સપ સારે છે.
મગરવાડા
તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી મણિભદ્રજીનું તીર્થસ્થાન છે. વસ્તુ એવી બની કે માણેકચંદ શેઠ ઉજ્જયિનીનિવાસી હતા. શ્રી આણુ વિમલસૂરિજીના ઉપદેશથી પ્રતિઐાધ પામી શત્રુંજયની યાત્રાએ નીકળ્યા હતા અને અહીં મગરવાડા આવતાં ઉપસર્ગ થવાથી અણુસણુ કરી મૃત્યુ પામી સ્વગે ગયા છે. પછી તીર્થની અને સ'ધની રક્ષા સદા કરે છે. એ આ જ મગરવાડા ગામ છે. અહીં ગામમાં સુંદર મદિર છે. મણિભદ્રજીનું ચમત્કારી દેવસ્થાન છે. જૈન જૈનેતરો બધાય આ સ્થાનને માને છે-પૂજે છે. તપાગચ્છના શ્રીપૂજ્ય તે અવશ્ય અહીં આવે છે. મગરવાડા પાલનપુરથી દક્ષિણમાં ૫ થી ૬ ગાઉ છે. સેાળમી સદીથી આ સ્થાન તી તરીકે પ્રસિદ્ધિ પામ્યુ` છે.
ભીલડીયાજી ( ભીમપલી તી
)
આ તીનું પ્રાચીન નામ ભીમપલ્લી છે. અત્યારે આ પ્રદેશમાં આનું નામ ભીલડી તરીકે પ્રસિદ્ધ છે. જૈના ભીલડીયાજી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com