SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૧૩ : પાલનપુર આ જ વસ્તુને સૂચિત કરનાર બીજો ઉલ્લેખ આ પ્રમાણે મલે છે. " प्रल्हादनस्पृक्पुरपत्तने श्रीप्रल्हादनोर्वीपतिसद्विहारे ।। श्रीगच्छधुः किल यस्य वर्यश्रीमरिमंत्रे सति दीयमाने ॥३३।। सत्पात्रमात्रातिगसद्गुणातिप्रहष्टहल्लेखभृदग्यूलेखाः । . कर्पूरकाश्मीरजकुंकुमादिगंधोदकं श्राक् क्षुस्तदानीम् ॥३४॥ " सूरिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात कुंकुमवृष्टिः" (તપગચ્છપટ્ટાવલી) આ સમયે પાલનપુર એવું સમુન્નત હતું કે તે વખતે પ્રહાદનવિહારમાં "प्रत्यहं मूटकप्रमाणा अक्षता:" xxx षोडशमणप्रमाणानि पूगीफलानि" એટલું પ્રમાણ એકત્ર થતું હતું. એક સાથે ચેરાશી લખપતિઓ ત્યાં દર્શન કરવા રોજ આવતા. એવું સુખી, સમૃદ્ધ અને ઉન્નત પાલનપુર હતું. વર્તમાન પાલનપુરની આજુબાજુના ટીલામાંથી ખેદતાં જે પ્રતિમાઓ ઘણી વાર નીકળે છે. વર્તમાન પાલનપુર અત્યારે પાલનપુર નવાબી રાજ્ય છે. પાલનપુર સ્ટેટની મુખ્ય રાજધાનીનું શહેર પાલનપુર છે. ચારે બાજુ પાકો કિલ્લો છે. અહીં સુંદર ચાર જૈન મંદિર છે. પ-૬ ઉપાશ્રય છે. કન્યાપાઠશાળા, ધાર્મિક પાઠશાળા, બોડીંગ, લાયબ્રેરી, પુસ્તક ભંડાર વગેરે છે. ચાર મંદિરને ટૂંક પરિચય આ પ્રમાણે છે ૧. ૫૯લવાયાપાર્શ્વનાથજીનું સુંદર મંદિર જે ત્રણ માળનું છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની લગભગ દોઢ ફૂટ ઊંચી સુંદર સફેદ મૂર્તિ છે. ભમતીમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની મૂર્તિ છે. મેડી ઉપર શ્રી શાન્તિનાથજીની તથા શીતલનાથજીની વિશાલ મૂતિઓ છે. પલવીયાપાશ્વનાથજીની મૂર્તિ રાજા પ્રહલાદને, કહે છે કે, સોનાની બનાવરાવી હતી; કિન્તુ કારણવશાત્ પાછળથી આ મૂતિ બૅયરામાં ભંડારી દેવામાં આવી છે. જ્યારે બીજી માન્યતા પ્રમાણે રાજાએ મૂર્તિ પાષાણુની જ ભરાવી હતી પરંતુ મુસ લમાની હમલાથી બચવા એ ચમત્કારિક મૂતિ કે જેના ન્હવણ જલથી પિતા અને પુત્રને કોઢ મટ્યો હતો એ મૂતિ ભેંયરામાં પધરાવી દેવાઈ છે. ત્યારપછી પાશ્વનાથજીની નવી મતિ બનાવી હતી જેની પ્રતિષ્ઠા કરંટકગચ્છના આચાર્ય શ્રી કકકસૂરિજીના હાથથી ૧૨૭૪ ના ફાગણ શુદિ ૫ ને ગુરુવારે કરાઈ હતી એ લેખ છે. આ મંદિર ભવ્ય, વિશાલ અને સુંદર છે. અંદર તીર્થના પટ્ટો પણ સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy