________________
• પહેલવીયા પાર્શ્વનાથ ; ૨૧૨ :
[ જૈન તીર્થોનો સંસાયટી કરાવે છે. અહીંના મંદિરની મૂર્તિઓ પણ પ્રાચીન, ભવ્ય અને મનહર છે. આ મોટા પોશીનાજીથી કુંભારીયાજી બાર ગાઉ દૂર છે. ઈડરથી કેસરીયાજી જતાં પગરસ્તે આવતાં ગામોમાં પણ સુંદર જિનમંદિર છે. એમાં ભલેડામાં બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે.
પલવીયા પાર્શ્વનાથજી (પાલનપુર) પલવીયા પાર્શ્વનાથજી ની સુવર્ણમય મૂર્તિ હતી (પીત્તળની પણ કહેવાય છે). એક વાર આબૂના પરમાર રાજા પ્રહાદને, દ્વેષને વશીભૂત બની આ જન મૂર્તિ ગળાવી નાખીને સનાવડે પોતાના પલંગના પાયા બનાવ્યા. કેટલાક કહે છે કે મહાદેવજીને પિઠીયે બનાવ્યું, પરંતુ આ પાપકર્મનું ફલ પરમાર રાજાને તરત જ મલ્યું. તેને શરીરે કઢને રોગ ફૂટી નીકળ્યા. એના સામતેએ એકત્ર થઈ એને પદભ્રષ્ટ કરી રાજ્યમાંથી બહાર કાઢો. રાજા દુઃખ અને શરમને માર્યો જંગલમાં ફરવા લાગ્યો..
એક વાર જેન ધર્મના પરમપ્રભાવિક શ્રી શીલધવલ આચાર્ય તેને મળ્યા. રાજાએ પિતાના દુઃખની કરુણ કહાણુ સૂરિજીને કહી સંભળાવી અને પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું. સૂરિજીએ તેની કરુણાભરી વાણથી દયાળુ બની એને આશ્વાસન આપ્યું અને શ્રી પાર્શ્વનાથજીનું મંદિર અને મૂર્તિ બનાવવાનું સૂચવ્યું. રાજાએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. સુંદર સેનાના કાંગરાવાળું ભવ્ય જિનમંદિર બંધાવ્યું. શ્રી પાર્શ્વનાથજીની મૂતિ પણ બનાવી ત્યાં પોતાના નામથી નગર પણ વસાવ્યું અને સૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી. પ્રભુજીના ન્હવણજાલથી રાજાને સર્વ રોગ-શેક નષ્ટ થયો અને રાજા નિરોગી થયે. આ ચમત્કારથી રાજાની શ્રધ્ધા અને ભક્તિ વધ્યાં, નગર માહહાદણુપુર પણ ઉન્નત થયું. ત્યાં અનેક શ્રીમંત, ધર્મવીર, દાનવીર જેને વસવા લાગ્યા. આ પરમાર પામ્હણદેવ, ધારાવર્ષના પિતાજી થાય છે. પરમાર ધારાવર્ષને પણ કેહને રેગ થયેલ હતું. તેને રોગ પણ આ પાર્શ્વનાથજીની પૂજા-દર્શનહવણજલથી મટયે હતે.
મહાપ્રભાવિક શ્રી સોમસુંદરસૂરિ અને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના જન્મસ્થાન તરીકે આ સ્થાન પ્રસિદ્ધ છે. પરમાર રાજા પાહણે પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપી હોવાથી પલ્લવીયા પાનાથજીના નામે આ સ્થાન પ્રસિદ્ધ થયું છે.
આચાર્ય શ્રી વિદ્યાનંદસૂરિજીની આચાર્યપદવી થઈ ત્યારે અહીંના શ્રી પલવિયા પાર્શ્વનાથજીના મંદિરમાંથી સુગંધી જલ અને કંકુની વૃષ્ટિ થઈ હતી. આ બને ઉલ્લેખે આ પ્રમાણે મળે છે
"विद्यानन्दमुनीन्दुरादिमइहाल्हादने पत्तने यस्याचार्यपदेऽमूचन दिविषदो गन्धोदकमंडपात् ॥"
(ગુરુપક્રમ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com