________________
ઈતિહાસ ]. : ૨૯ :
ઈડરગઢ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ ઇન્દુતરૂપી કાવ્ય પત્ર શ્રી વિજયપ્રભસૂરિજી ઉપર લખેલ તેમાં ઈડરને ઉલ્લેખ ઇલાદુર્ગ કર્યો છે.
આવી રીતે ઈડર-ઇલાદુર્ગ અનેક આચાર્યોની જન્મભૂમિરૂપ અને પ્રાચીન તાંબરી જન તીર્થ છે.
( વિશેષ માટે જુઓ * સુગ, ૧૯૮૨ માગશરને અંક, ઈડરના સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૧૪૨ થી ૧૫)
વર્તમાન ઈડર ઈડર અત્યારે સારી આબાદીવાળું શહેર છે. જો કે અત્યારે રાજધાનીનું શહેર હિમ્મતનગર થવાથી ગામની રેનક અને આબાદીમાં થેડે ફરક પડે છે છતાંયે પ્રાચીન રાજધાની જરૂર નજરે જોવાલાયક છે. જેનોની વસ્તી સારી છે. વિશાલ ત્રણ માળને ભવ્ય ઉપાશ્રય છે. બીજા પણ નાના નાના ઉપાશ્રયે છે. ગામમાં સુંદર પાંચ જિનમંદિરો છે. શીતલનાથજી, રીષભદેવજી, ચિંતામણિજી અને બે ગેડીજીપાર્શ્વનાથજીનાં છે. ઈડર આવવા માટે અમદાવાદથી પ્રાંતીજ– ખેડબ્રહ્મા રેલ્વે લાઈન જાય છે. એમાં ઈડર રેલ્વે સ્ટેશન છે. ગામથી સ્ટેશન થોડું દૂર છે. શહેરમાં જવા માટે વાહન મળે છે. શહેરમાં યાત્રિકે માટે શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. ત્યાં બધી સગવડ મળે છે. શહેરથી ઈડરગઢ-ડુંગર માઈલ દુર છે. રસ્તામાં જતાં રાજમહેલ વગેરે આવે છે. તલાટી પાસે પહોંચતાં ડુંગર બહુ જ ભવ્ય અને રળીયામણે દેખાય છે. ડુંગરને ચઢાવ લગભગ એક માઈલને છે. વચ્ચે એક સુંદર રાજમહેલ આવે છે. આગળ જતાં વિસામાનું સ્થાન
૧. ઇડર પ્રાંતીજ અને તેની આજુબાજુમાં “વેતાંબરીય હુંબડ જેનેની વસ્તી પણ સારી છે. તેઓ વડગની ગાદીના શ્રીજયને માને છે. ઇડરમાં વેતાંબર હુંબડાની વસ્તી સારી છે અને તેમના મંદિરમાં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્યવર્ગની પ્રતિષ્ઠિત સુંદર દર્શનીય જિનમતિએ પણ સારી સંખ્યામાં છે. .
૨. ઈડરગઢની તળેટીમાં પણ પહેલાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર હતું. પછી આગળ જતાં “ખમgવસહીનું સુંદર જૈન મંદિર આવતું હતું. ત્યાર પછી આગળ ઉપર જતાં ગુજરેશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલે બંધાવેલ શ્રી ઋષભદેવજીનું ભવ્ય મંદિર આવતું હતું. આ મંદિરનું નામ “રાજવિહાર' (રાજાએ બંધાવેલું હેવાથી) કહેવાતું. અને ત્યાંથી (રાજમંદિરની પાસે જ) આગળ સેની ઈશ્વરે સુંદર જિનમંદિર બંધાવી વિ. સં. ૧૫૭૩ માં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મીસાગરસુરીશ્વરજી પાસે કરાવી હતી. આ વખતે ઈડરમાં ત્રણને આચાર્ય પદવી, છને વાચક પદવી અને આઠને પ્રવતિની પદ અપાયાં હતાં. આજે આ મંદિરે મુસલમાનોના હુમલાથી નષ્ટ થઈ ગયાં છે. માત્ર ઇતિહાસના સુવર્ણ પાનામામાં તેની નેધ રહી છે. ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com