________________
- ઈડરગઢ
: ૨૯૮ :
[ રૈન તીર્થોને તેમજ મહાપ્રભાવિક આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને જન્મ પણ ૧૬૫૬ વૈશાખ શુ. ૪ ને સોમવારે ઈડરમાં જ થયે હતે. ઈડરમાં શ્રી વિજયદેવસૂરિજીએ ત્રણ પ્રતિષ્ઠાઓ કરી હતી
" इयद्धराख्यनगरे स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयंचक्रे येन सरिषु चक्रिणा ॥ जीर्णे श्रीमयुगादीशे यवनैव्यगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः॥"
( વિજયપ્રશસ્તિની છેલી પ્રશસ્તિ, બ્લેક ૧૪, ૧૫ ) વિસં. ૧૬૮૧ માં વૈશાખ શુ ૬ ને સોમવારે ઈડરમાં ઉ. શ્રી કનકવિજ્યજીને વિજ્યદેવસૂરિજીએ આચાર્યપદ આપી, વિજયસિંહસૂરિ નામ સ્થાપી પિતાના પટ્ટ ઉપર સ્થાપ્યા. ,
વિજયપ્રશસ્તિની ટીકાને પ્રારંભ ઈડરમાં જ કરવામાં આવેલ. વાચક શ્રી ગુણવિજયજીએ ગુર્નાવલીના પરિશિષ્ટરૂપે એક પ્રબંધ લખ્યો છે અને તેમાં શ્રી વિજયદેવસૂરિજીનું વૃત્તાંત આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે-“ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાજા કલ્યાણમલે રણમલ ચેકી નામના શિખર ઉપર એક ભવ્ય જિનમંદિર* બંધાવ્યું હતું તે અદ્યાપિ વિદ્યમાન છે.” - આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી જ્યારે પિતાની જન્મભૂમિ ઈડરમાં ચાતુર્માસ હતા ત્યારે અનેક પ્રકારના ધર્મ મહેન્સ થયા હતા. ત્યાંને રાજ કલ્યાણુમલ તેમને ઉપદેશ સાંભળી જેન ધર્મને અનુરાગી બન્યા હતા અને તેની સમક્ષ મહાતાર્કિક શ્રીપદ્મસાગર ગણિએ બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવી જયપતાકા મેળવી હતી. વિજયદેવસૂરિજીએ અહીં ૬૪ સાધુઓને પંડિત પદ આપ્યું હતું. ઈડરગઢ ઉપર શત્રુંજય અને ગિરનારની રચના હતી એ ઉલ્લેખ મળે છે. જુઓ
“અમ નગરનિ વિજાપુરી સાબ લઇ નિવસિ પારિ
- તિહાં થાપ્યા શેત્રુંજગિરિનારિ તે વંદુ હું અતિસુખરિ” ' હવે જે રણમલ્લ ચેકીનું સ્થાન કહેવાય છે તે ગિરનારનું રૂપક છે. અહીં વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાણુ કયાણુમલે જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર શ્વેતાંબર જૈન મંદિર હતું. અત્યારે તે થોડાં વર્ષોથી તેમાંની મૂતિઓ ઉપાડી લેવામાં અાવી છે. દિવસે દિવસે ખંડિત થતું જાય છે. આ મંદિર આકારમાં નાનું છે તે પણ દેખાવમાં ભવ્ય છે. આ મંદિર ઉપરની અગાશી ઉપર ચઢીને જોતાં આખો પહાડ બહુ જ સુંદર રીતે દેખાય છે. નીચેનું ઈડર શહેર પણ આખું દેખાય છે. વેતાંબર જૈન સંઘ અને, સાથે જ ઈડરના જૈન સંઘની ફરજ છે કે આવા એક પ્રાચીન સ્થાનનો જરૂર છહાર કરી પ્રાચીન તીર્થસ્થાનની રક્ષા કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com