________________
ઇતિહાસ ] [: ૨૦૭ :
ઈડરગઢ ગોવિન્દ સંઘપતિએ ઈડરગઢમાં મહારાજા કુમારપાલે બંધાવેલા જિનમનિજરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તેને ઉલ્લેખ સેમસૌભાગ્ય કાવ્યમાં મળે છે.
" यः पर्वतोपरि गरिष्टमतिः कुमारपालोवरेश्वरविहारमुदारचित्तः जीणं सकर्ण મરવાનઘવાસનાવાર દ્રવચન થાન સમુધારા” (સર્ગ ૭,શે. ૧૦)
જે મેટી બુદ્ધિવાળાઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇન્દ્રરૂપ અને નિર્દોષ વાસનાથી યુકત એવા ગોવિંદ સાધુએ ઘણું દ્રવ્ય ખર્ચો પર્વત ઉપર રહેલ કુમારપાલના જીર્ણવિહાર-પ્રાસાદને સારી રીતે ઉદ્ધાર કર્યો.
સોમસૌભાગ્ય કાવ્યમાં ઈડરના શ્રી ઋષભદેવજીના મંદિરનું સુંદર વર્ણન છે.
મહાન વિદ્વાન, અનેક ગ્રંથના રચયિતા શ્રી ગુણરત્નસૂરિજીએ ઈડરમાં વિ. સં. ૧૪૬૬ માં ઝિયારત્નસમુચ્ચય ગ્રંથ બનાવ્યું હતું. પંદરમી શતાબ્દિમાં શ્રી સુમતિસાધુ સૂરિજીની આચાર્યપ.વી ઈડરમાં થઈ હતી. મહાન કિયેષ્ઠારક આચાર્ય શ્રી આણંદવિમલસૂરિજીને જન્મ વિ. સં. ૧૫૪૭ માં ઈડરમાં જ થયે હતે.
ઈડરી નયરિ હુઓ અવતાર, માતા માણેકકુક્ષિ મહાર. સા મેઘા કુલિકમલદિણંદ, શ્રી આણંદવિમલસૂરિદ”
(શ્રી વિનયભાવકૃત સજઝાય) શ્રી સોમવિમલસૂરિજીની આચાર્ય પદવી પણ અહીં જ થઈ હતી.
ઈડરમાં સુપ્રસિધ્ધ વિદ્વાન ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ દિગંબર ભટ્ટારકવાદીભૂષણ સામે ઈડરનરેશ નારાયણરાવની સભામાં વાદવિવાદ કરી જયપતાકા મેળવી હતી. જુઓ તે હકીકતને લગતું કાવ્ય.
“તાસ સીસ વાચકવરૂ શાંતિચંદ્ર ગુરૂસીહરે સુરગુરૂની પરિ જીણી વિઘઈ રાખી જગમાં લીહરે રાય નારાયણરાજસભાઈ ઈડિરનયરી મઝારે રે
વાદીભૂષણ દિપટ જીતો પાપે જ્ય જયકાર રે.” આ શાંતિચંદ્રજી જગદ્દગુરુ શ્રી હીરવિજ્યજીની સાથે અકબરને પ્રતિબંધ આપવા ગયા હતા. સૂરિજીની પછી પણ અકબર પાસે રહ્યા હતા અને જીવદયાનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં હતાં. વિશેષ માટે જુઓ તેમણે બનાવેલ કૃપારસકેશ કાવ્ય.
* ઈડરમાં એસવાલ વંશમાં ભૂષણરૂ૫ વત્સરાજ શ્રાવક હતા. તેમને રાણી નામની સુંદર સ્ત્રી હતી તેનાથી ગેવિન્દ, વીસલ, અક્રૂરસિંહ અને હીરા નામના ચાર પુત્ર થયા હતા. તેમાં ગેરિન્દ રાયમાન હતા. તેમણે શત્રુંજય, સંપારિક આદિ તીર્થની યાત્રા કરી હતી અને તારંગજીના મન્દિરને ઉદ્ધાર કરાવી શ્રી સોમસુંદરસૂરિ પાસે અજિતનાથ પ્રભુનીમતિની પ્રતિષ્ઠા કરાવી હતી. વીસલ ચિત્તોડના રાજા લાખાને માની હતી અને તેણે ચિત્તોડમાં મંદિર બંધાયું હતું.
(મસૌભાગ્ય કાબા મગ ૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com