________________
તારંગા
: ૨૦૨ :
[ જૈન તીર્થના
આ સુંદર અને ભવ્ય પ્રાસાદ દષ્ટિએ પડતાં જ હરકોઈને અત્યંત આનંદ થાય છે અને પૂર્વના મહાન દાનવીર ધર્મનિષ્ઠ પુન્યશાળી જીવાત્માઓએ કરાવેલા પુણ્ય કાર્ય માટે સ્વતઃ ધન્યવાદના ઉચ્ચારો નીકળી જાય છે. આ મંદિરની ઊંચાઈ જેટલી ઊંચાઈ બીજા કોઈ મંદિરની નથી. એ વાતની ખરી સત્યતા નજરે જોનારને જણાય આવે છે. આવી ઊંચાઈ અને વિશાળ ઘેરાવાવાળું દેરાસર જનોમાં તે બીજે કયાંયે નથી જ પણ સમસ્ત હિન્દુસ્થાનભરમાં આવું આલીશાન મંદિર હશે કે કેમ તેની શંકા થાય છે. બહારના દશ્યથી જ આટલું બધું આશ્ચર્ય થાય છે પણ તે પ્રાસાદની બારીક કતરણ તથા નમૂનેદાર બાંધણુ તપાસવાથી હિન્દુસ્તાનના કળાકુશળ શિલ્પશાસ્ત્રીઓની ખરી ખૂબીની ઝાંખી થાય છે.
મંદિરનાં દર્શન–આ મંદિર બનાવવા માટે રાજા કુમારપાળે કેટલા રૂપિયા ખર્ચ કર્યો હશે તેની નેંધ મળતી નથી, પણ કારીગરી ઉપરથી અગણિત દ્રવ્ય ખરચ્યું હશે એમ અનુમાન થાય છે. મંદિર ઉપર જે ધ્વજાદંડની પાટલી છે તે એક ખાટલા જેટલી લાંબી પહોળી છે. નીચેથી જોનારને તે નાની લાગે તે સ્વાભાવિક છે.
શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિભાવાળી, મનેહર, ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શનથી મન અને આત્મા ખૂબ આનંદ પામે છે અને ઘડીભર દુનિયાના દુઃખ ભૂલી જવાય છે. પ્રભુની મૂર્તિ એક સે એક આંગળ કરતાં મોટી છે અને નીસરણ ઉપર ચઢીને લલાટ ઉપર તિલક થાય છે. મંદિરની ઊંચાઈ ચોરાશી હાથથી વધારે છે. તેના પ્રમાણમાં જાડાઈ પણ માલૂમ પડે છે. * રંગમંડપ પણ રમણીય બને છે. થાંભલાઓની જાડાઈ ઘણું છે. મંદિરની બહારની બાજુ દીવાલેમાં ચારે બાજુ ગજ પર અને હાથી પર લાગેલા હાથી ઘોડા પત્થરમાં કતરેલા છે. આ મંદિરની કારીગરી અને સુંદરતા દેખવાથી ઘડીભર આત્માને આનંદ મળે છે, જાણે દેએ બનાવેલું મંદિર ન હોય તેમ લાગણું થઈ આવે છે, અને મંદિર બનાવનાર શિલ્પશાસ્ત્રીઓ તથા અઢળક દ્રવ્ય ખર્ચનાર મહારાજ કુમારપાળ, તેના પ્રતિબંધક શ્રીમાન હેમચન્દ્રાચાર્ય અને ગોવિંદ સંઘવી માટે ધન્ય ધન્યના શબ્દ મુખમાંથી સરી પડે છે. ભૂલભૂલામણી
મુખ્ય મંદિરમાં એક બાજુ ઉપર જવાને રસ્તે છે. આ મંદિરના ત્રણ માળ છે પણ ભૂલભૂલામણ એવી છે કે સાધારણ માણસ જઈ શકતું નથી. દી લીધા સિવાય કઈ જઈ શકતું નથી. વળી એક સાથે ત્રણચાર માણસ કરતાં વધારેથી જઈ શકાતું નથી. કાપ માણસ તે એકલો જતાં જતાં ગભરાઈ પાછો ચાલ્યો આવે છે. બનતાં સુધી બાળકોને એ ભમતીથી આગળ લઈ જવા તે સલાહકારક નથી. ભલભલામણની બનાવટમાં ખૂબી છે. કારીગરની કિંમત અહીં જ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com