________________
ઈતિહાસ ] : ૨૯૧ :
તારંગા રાજની પત્ની ઠકુરાણ કુમારદેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા મત્રી લુણીગ તથા મંત્રી માલદેવના નાનાભાઈ અને મહામાત્ય તેજપાલના વડીલ બધુ સંઘપતિ મહામાત્ય વસ્તુપાલે પિતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે શ્રી તારંગા પર્વત ઉપર શ્રી અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ જિનબિંબથી અલંકૃત ( બીજે શ્રી નેમિનાથ જિનબિંબથી અલંકૃત) આ ગોખલે કરાવ્યું અને તે બન્નેની પ્રતિષ્ઠા નાગેઢગછીય ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરાવી હતી.
આ ગોખલામાં અત્યારે તે યક્ષ યક્ષિણીની મૂર્તિઓ છે. संवत १८२२ ना ज्येष्ट शुद ११ वार बुध श्रीरीषमस्वामीपादुका स्थापिता श्रीतपागच्छभट्टारक श्रीविजयधर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे संघवी ताराचंद फतेचंद प्र०
આ લેખ તારંગા પર્વત ઉપર આવેલ કેટીશિલાના મોટા મંદિરમાં મોટી દેવકુલિકા છે તેમાં વચ્ચે ચામુખજીની ચાર જિનભૂતિ છે અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જેડી ૨૦ છે. દરેક પાદુકાઓ ઉપર જે લેખ ઉપર આપે છે તેને લગભગ મળતા લેખે છે જેથી બધા લેખે નથી આપ્યા.
આ લેખ એક વસ્તુ બહુ જ સુંદર રીતે પ્રતિપાદન કરે છે કે-કેટીશિલા અને એ દેવકુલિકાઓ શ્વેતાંબર જૈન સંઘની જ છે. શ્વેતાંબર આચાર્યોએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી છે અને શ્રીમાળી જ્ઞાતિના શ્રાવકેએ (શ્વેતાંબર નો ) મૂતિઓ, મંદિર અને પાદુકાઓ કરાવી છે માટે કેટિશિલા એ વેતાંબર જૈનેનું જ સ્થાન છે. સુંદર દય
આટલે પ્રાચીન ઈતિહાસ જોયા પછી આપણે મુખ્ય મંદિર તરફ વળીએ. - તલાટીથી એક માઈલ ચઢાવ ચડ્યા પછી ગઢને પશ્ચિમ દરવાજે આવે છે દરવાજામાં પેસતાં જમણી તરની તેની ભીંતમાં ગણેશના આકારની કઈ યક્ષની મૂર્તિ છે, અને ડાબી તરફ કેઈ દેવીની મૂર્તિ છે. આવી જ બે મૂર્તિઓ મળી મંદિરમાં જવાના પહેલે દરવાજે અંદરના ભાગમાં છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મંદિરમાં પેસવાના દરવાજની માફક ગઢને દરવાજે જેને તારી થયે હશે. ગઢ સુધી આવ્યા પછી શરૂઆતમાં પૂર્વ તરફ અને પછી અગ્નિ કેણમાં લગભગ અધે માઈલ ચાલીએ ત્યારે ઉપરના મંદિરનાં દર્શન થાય છે. પ્રથમ દિગંબર ધર્મશાળા આવે છે અને તેની જોડે જ શ્વેતાંબરીય ધર્મશાળા અને મંદિરમાં જવાને ઉત્તર દરવાજે દષ્ટિગોચર થાય છે. મુખ્ય મંદિરનું મુખ અને મુખ્ય દરવાજે છે કે પૂર્વ સન્મુખ છે તથાપિ લોકેની આવજા ઉત્તરના દ્વારથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com