________________
તારંગા
૨૦૦ :
[ ને તીર્થને श्रीमरीन्द्रोपदेशेन संनिवेशेन संपदाम् । जाताजगजनोद्धारा जीर्णोद्धारा अनेकशः ॥६१ ॥
(વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૨૧, પૃ. ૬૯૦) મૂલનાયક શ્રી અજિતનાથજી ભગવાનની જમણી તથા ડાબી બાજુની મૂર્તિના પરિકરની ગાદીઓમાં ખોદાયેલા બંને લેખે ઉપર જોઈ ગયા.
આવી જ રીતે મૂલનાયકની બે બાજુએ નીચેના ભાગમાં બે કાઉસ્સગ્ગીયા વિરાજિત છે. તેમની નીચેની ગાદીમાં ૧૩૫૪ ના બે લે છે. એમાં એકમાં મહાવીર ભગવાન મૂલનાયક છે, બીજામાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. બનેમાં બાર જિનના પટક છે અને પ્રતિષ્ઠા કરંટ ગચ્છના આચાચે કરાવેલી છે. આ બન્ને કાઉસ્સગ્ગીયા ખેરાલુ અને પાલનપુરની વચ્ચે ખેરાલુથી ૧૦ માઈલ અને પાલનપુરથી ૧૪ માઈલ દૂર સલમકે ગામની જમીનમાંથી નીકળેલા છે અને અહીં લાવીને પધરાવ્યા છે. બને મૂર્તિની બન્ને બાજુ અને ઉપર થઈને કુલ અગિયાર મૂતિઓ છે અને બારમી મૂર્તિ મૂલનાયકની છે. એમ બે મળી ચોવીશી સંપૂર્ણ થાય છે.
નીચેનો લેખ મૂલનાયકજીના ગભારાની બહાર સભામંડપના બહારની ભાગના છ ચેકીઓમાંના મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુના બે મોટા ગેખલામાં પદ્માસનેની નીચે ખેરાયેલા છે. બન્ને લેખે સરખા જ છે. માત્ર એકમાં શ્રી નેમનાથજીનું નામ છે અને બીજામાં શ્રી અજિતનાથજીનું નામ છે માટે એક જ લેખ આપે છે અને લેખે એક જ ધણીના છે અને પ્રતિષ્ઠા પણ એક જ આચાર્યશ્રીના હાથે થયેલી છે. __ ॐ ॥ स्वस्ति श्रीविक्रमसंवत १२८४ वर्षे फाल्गुणशुदि २ खौ श्रीमदणहिलपुरवास्तव्य प्राग्बाटान्वय प्रभू(सु)त ठ० श्रीचंडपात्मज ठ० श्री चंडप्रासादांगज ठ० श्री सोमतनुज ठ० श्रीआशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षीसंभूतेन महं श्रीलूणिगमहं श्रीमालदेवयोरनुजेन महं श्रीतेजपालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धयै इह तारंगकपर्वत श्री अजितस्वामीदेवचैत्ये श्रीआदिनाथजिनविंबालंकृत खत्तकमिद कारितं ।। प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे मट्टारक श्रीविजयसेनसरिभिः ।।
વિક્રમ સંવત્ ૧૨૮૪ માં ફાગણ શુદિ બીજ ને રવિવારે અણહિલપુર પાટણ નિવાસી ઠકકુર ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રાસાદના પુત્ર ઠ૦ સોમના પુત્ર ઠ૦ આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com