________________
ઇતિહાસ ] : ૧૯૭ :
તારંગા તારંગા તીર્થ ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં આદિનાથ દેવની પ્રતિમા સારૂ ખત્તક (ગેખલો) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગછના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરી.
(પ્રા. લે. સં. ભાગ બીજો પૃ. ૩૪૦) આ તીર્થ ઉપર પંદરમી શતાબ્દિમાં મોટો જીર્ણોદ્ધાર થયા છે, જેને સંબંધ આ પ્રમાણે મળે છે. મહાન યુગપ્રધાન મુનિસુંદરસૂરિ પોતાના જૈન સ્તોત્રસંગ્રહના એક લેકથી આપણને જણાવે છે કે-કુમારપાલે સ્થાપન કરેલ જિનબિંબ
મ્યું છે એ દૂર કરવાથી સૂકાઈ ગયેલા તેમના પુણ્યરૂપી વૃક્ષને ગોવીંદ સંઘપતિએ પિતાના ધનરૂપી જલથી સિંચીને પાછું નવપલ્લવિત કર્યું કિંતુ આ સિવાય તારંગા તીર્થને સ્વેછેને હાથે નુકશાન પહોંચ્યાના સમાચાર કેઈપણ પુસ્તકમાં મલતા નથી, પરંતુ એમ કહી શકાય ખરું કે કદાચ અલ્લાઉદ્દીન ખીલજીના સિનિકોએ જ્યારે ગુજરાત ઉપર હલ્લો કર્યો તે અરસામાં આ તીર્થને પણ નુકશાન કર્યું હશે કારણ કે નહીંતર વીંદ સંઘવીને જીર્ણોદ્ધાર કરીને નવીન બિંબ સ્થાપન કરવાની વૃત્તિ કયાંથી ઉત્પન્ન થાય? મૂળબિંબના અભાવ થવાના બે કારણે હાઈ શકે. એક તે દુશ્મનના હાથે ખંડિત થવાથી અને બીજી કોઈ આકરિમક આપત્તિથી. મૂળ બિંબના રક્ષણાર્થે ભક્તોને હાથે તે અન્ય તરફ સ્થપાયું હોય, અહીં બીજા પ્રકારની સંભાવના ઓછી છે, કારણ કે તારંગાના કુમારવિહારમાં અજિતનાથનું અખંડ બિંબ પૂજાતું હતું અને ગોવીંદ સંઘવી પિતે પણ શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને સંઘ સાથે તારંગા અજિતનાથને વંદન કરવા ગયા હતા, આ વાત સેમસૌભાગ્ય મહાકાવ્યમાં સ્પષ્ટ દર્શાવેલી છે. આ વસ્તુ વાંચતાં એમ ફલિત થાય છે કે વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મૂળ બિંબને ખંડિત કરીને ઉડાડી મૂકયું હશે અને સાથે જ મંદિરને પણ કાંઈક નુકશાન પહોંચાડ્યું હશે એટલે જ ગોવીંદ સંઘવીના હૃદયમાં નવીન જિનબિંબ પધરાવવાની ભાવના ઉદ્દભવી હશે. ગોવીંદ સંઘવીને ટૂંક પરિચય
આ વીંદ સંઘવી ઈડરના રાય શ્રી પુંજાજીના બહુ માનીતા અને ઈડરના સંઘના અગ્રેસર વત્સરાજ સંઘવીના પુત્ર હતા. તે શ્રીમંત અને રાજ્યમાન્ય હેવા
૧. ગિરનાર પર્વતના વરંતુપાલના એક લેખમાં પણ લખ્યું છે કે શ્રી નારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવ ચયના ગુઢ મંડપમાં શ્રી આદિનાથ બિંબ અને ખત્તક કરાવ્યાં
પ્રા. લે. પૃ. ૧૧૯) શ્રીવાળnહે છiાતનાથપુતiaો શીગારનાથfષણg a (પ્ર. લે. ૫ લા ) પરંતુ અત્યારે ગોખલામાં આદિનાથ ભગવાનની મૂર્તિ નથી, તેને બદલે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે. બન્ને ગે ખલા સુંદર ઉજજવલ આરસપહાણના બનેલા છે પરંતુ તેના ઉપર ચુન અને રંગ લગાવી દીધું છે. એટલે મૂળ લેખ ઉપર પણ ચુનો લગાવી દીધે હેવાથી લેખ મુશ્કેલીથી વંચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com