________________
તારંગા
[જૈન તીયાનો તારંગાજીનું મંદિર ઘણું જ ઊંચું છે. તેની ઊંચાઈ ચોરાસી ગજ લગભગ છે. તારંગાજીના મંદિર જેટલું ને જેવું ઊંચું એક પણ મંદિર ભારતવર્ષમાં નથી. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી પણ બહુ જ ઊંચા છે. ઊભે ઊભે એક મનુષ્ય હાથ ઊંચા કરી પ્રભુજીના મસ્તકે તીલક કરી શકતો નથી. એટલા જ માટે પ્રભુજીની બંને બાજુ સીડી રાખેલી છે, જેના ઉપર ચઢી યાત્રી પૂજા કરી શકે છે. તારંગાજીના મંદિરજીની પ્રતિષ્ઠા ૧૨૨૧ યા ૧૨૨૩ માં થયાના ઉલલેખ મળે છે. મંદિર બત્રીસ માળ ઊંચું છે પરંતુ ત્રણથી ચાર માળ સુધી ઉપર જઈ શકાય છે. કેગરના લાકડાથી આ માળા બનાવેલાં છે. આ લાકડામાં એક ખૂબી છે કે તેને અગ્નિ લગાડવાથી તે બળતું નથી પણ અંદરથી પાણી જમે છે *
તારંગાજીના મંદિરમાંથી પ્રાચીનતાસૂચક ૧૨૮૫ નો વસ્તુપાળને લેખ મળ્યો છે, જે નીચે પ્રમાણે છે.
"द० ॥ स्वस्ति श्रीविक्रमसंवत १२८५ वर्षे फाल्गुणशुदि २ रवौ श्रीमदणहिलपुरवास्तव्य प्रागवाटान्वप्रसूत ठ. श्री चंडपात्मज ठ. श्री चंडप्रासादांगज ठ. श्री सोमतनुज ठ. श्री आशाराजनंदनेन ठ. कुमारदेवीकुक्षीसंभूते ठ. लूणीगमहं श्रीमालदेवयोरनुजेन महं. श्री तेजपालाग्रजन्मना महामात्यश्रीवस्तूपालेन आत्मनः पुण्याभिवृद्धये इह तारंगकपर्वते श्रीअजितस्वामिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृतखत्तकमिदं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीविजयसेनसूरिभिः ॥
આ લેખ તારંગા તીર્થના મૂળ મંદિરનાં પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિકા ઉપર કતરેલ છે.
લેખનો ભાવાથ–સંવત ૧૨૮૫ ના ફાગણ શુદિ ૨ રવિવારના દિવસે અણહીલનિવાસી પ્રાગૂવાટ (પોરવાલ) જ્ઞાતિના ઠ૦ ચંડપના પુત્ર ઠ૦ ચંડપ્રસાદના પુત્ર ઠ૦ સેમના પુત્ર ઠ૦ આશારાજ અને તેમની સ્ત્રી કુમારદેવીના પુત્ર મહામાત્ય વસ્તુપાલ જે ઠ૦ લુણગ અને મહું માલદેવના નાના ભાઈ તથા મહંતેજપાલના મોટા બંધુ થતા હતા તેમણે પોતાનાં પુણ્ય વૃદ્ધિ અર્થે આ શ્રી
* અહીં આવનાર યાત્રિકોએ અજ્ઞાનતાથી આ લાકડા ઉપર મીણબતી અને બીજા એવા પ્રયોગો કરી ઘણે સ્થળે કાળા ડાઘ પાડ્યા છે, તેમજ કેટલે ઠેકાણે કેલસા, ચાક અને રંગીન પિનસીલથી પિતાના આવવાના સમયની સાલ વગેરે લખી તે સ્થાન બગાડયા છે, તેમજ ધર્મશાળાઓની કેટલીક દિવાલ ઉપર પણ આવું પરાક્રમ (2) કર્યું છે, પણ એ ઉચિત નથી. એમાં એક જાતની આશાતના થાય છે. કોઈ પણ જિન યાત્રી તીર્થમાં જઈ આવું અનુચિત કાર્ય ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com