________________
મેત્રાણા ' : ૧૮૨ :
[ જૈન તીર્થોને ભટેવા પાર્શ્વનાથજીનું મંદિર બંધાઈ ૧૩૩૫ માં અંચલગચ્છીય શ્રી અજિતપ્રભસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.”
હવે ૧૩૩૫ પહેલાં પણ શ્રો ભટેવા પાર્શ્વનાથજીની ખ્યાતિ હશે જ. આ તે જીર્ણોદ્ધાર કરાવ્યું હશે. બસ ત્યારપછી ઉપરના કવિના કાવ્ય મુજબ ૧૫૩૫ માં પ્રતિષ્ઠા-છદ્ધાર થયે અને છેલ્લો ઉધ્ધાર-પ્રતિષ્ઠા-૧૮૭૨ માં કરવામાં આવ્યો હતે. ચાણસ્મા માં મંદિરની નીચે પરિકરની ગાદીમાં ૧૨૪૭ હારીજ કચ્છને એક લેખ છે તેમજ બીજા પણ બે લેખ પ્ર ચીન પડિમાત્રા લીપીમાં છે કિન્તુ સંવત નથી વંચાતે એટલે એ લેખ અહીં નથી આપ્યા. એકમાં શ્રી કમલાકરસૂરિનું નામ વચાય છે.
બને મૂતિઓ શ્રી વાસુપૂજ્યજી અને શાંતિનાથજીની છે. એનામ સારૂં વંચાય છે. ચાણસ્માના ભટેવા પાશ્વનાથજી તીર્થરૂપ ગણાતા જુઓ. તીર્થમાલાના ઉલ્લેખો
ચાણરમે ધન એ ભટેવઉ ભગવંત x x x ચાણસમ માં ચિહુ ખંડ જ્યો x x x
(શ્રી મેઘવિજયવિરચિત પાર્શ્વનાથનામમાલા) અથત ચાણસ્મામાં બહુ પ્રસિધ્ધ પાશ્વનાથ ભગવંતની પ્રતિમા છે. પં. શ્રી સત્યવિજયજી ગણિના શિષ્ય શ્રી કપૂરવિજયજી અને તેમના શિષ્ય વૃષિવિજ્યજીનો ૧૭૩૫ ના દીક્ષા થઈ છે. અહીં શ્રી ભટેવા પાશ્વનાથજીની સુંદર ચમત્કારી પ્રાચીન મૂર્તિ છે. આ મૂર્તિ વેળુની બનેલી છે. સુંદર જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા અને જેના ઘર લગભગ ૩૦૦ છે તેમજ તેરમી સદીના શિલાલેખે વાળું પ્રાચીન પરિકર પણ ખાસ જોવા ગ્ય છે.
હારીજ હારીજ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. ઠેઠ તેમી સદીના પ્રાચીન લેખ હારીજ ગચ્છના મલે છે. તેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. જૂના હારીજમાં ગામ બહાર કેવલાસ્થળી છે ત્યાં ખંભા ઉપર પ્રાચીન લેખો છે. જેનાચાર્યની મૂતિ ઉપર ૧૧૩૧નો પ્રાચીન લેખ છે. બીજા પણ ત્રણ લેખે છે જેમાં સંવત નથી વંચાતે. ગામમાં પ્રાચીન વિશાલ જિનમંદિરનું ખંડિયેર છે. જૂના હારીજમાં અત્યારે જેનોના ઘર થડા છે. નવું હારીજ સ્ટેશન સામે વસ્યું છે ત્યાં સુંદર જિનમંદિર છે. શ્રાવકોનાં ઘરો છે. ઉપાશ્રય ધર્મશાળા વગેરે છે. અહીંથી શંખેશ્વરજીની સીધી મેટર જાય છે.
મેત્રાણુ પાટણથી પગરસ્તે લગભગ આઠથી નવ ગાઉ દૂર અને ચારૂપથી પાંચ ગાંડ પર મેત્રાણા છે. સિદ્ધપુરથી પણ પાંચ ગાઉ દૂર છે તેમજ રેહવે રસ્તે મેત્રાણા જવાના પણ બે રસ્તાઓ છેઃ (૧) બી. બી. એન્ડ સી. આઈ. રેહવેના સિવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com