________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈતિહાસ ] : ૧૮૧ :
ચાણસ્મા અહીં દર વર્ષે ફા. શુ. બીજને મેટો મેળો ભરાય છે. દર પૂણિમાએ શંખલપુર, હારીજ, ચાણસ્મા વગેરે આજુબાજુના ગામના જેનો યાત્રાએ આવે છે. જૈનેતરે પણ આવે છે. યાવિકેને બધી સગવડ સારી મલે છે.
અહીની શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ જેમ ચમત્કારી છે, તેમ નીચેનાં સ્થાનમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમાઓ પણ ચમત્કારી છે. પાટણમાં મનમોહન શેરોમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બુરાનપુરમાં પણ મનમેહન પાર્શ્વનાથજી મહાચમત્કારી છે તેમજ મીયાગામ, સુરત, ખંભ ત, મેરા અને લાડોલ (તા. વિજાપુર ) વગેરે ગામોમાં મનમોહન પર્વનાથજીનાં સુંદર મંદિર છે. કઈમાં જિનમંદિરમાં રાત્રિના વાજિંત્રના નાદ, તાલબદ્ધ સંગીત, ધૂપની ખુશબે વગેરે વગેરે ચમત્કારો જોવાય છે. મુંબઈના મનમોહન પાર્શ્વનાથજીને કંઈ પાર્શ્વનાથ પણ કહે છે. અત્યારે આ તીર્થ સારું પ્રસિદ્ધિ પામવા માંડયું છે.
ચ ણમા ભટેવા પાર્શ્વનાથજી ચાણસ્માનાં મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી ભટેવા પાશ્વનાથજીની પ્રતિમા કયાંથી પ્રગટ થયાં અને ભટેવા નામ કેમ પડ્યું તે માટે અઢારમી સદીના એક કવિ ભાવરત્ન કે જે પાછળથી ભાવપ્રભસૂરિજી થયા હતા તેમણે સં. ૧૭૭૦ કા. શુ. ૬ ને બુધવારે પાટણમાં એક સ્તવન રહ્યું છે તેમાં જે લખાયું છે તેને સાર આ પ્રમાણે છે.
પાટણ પાસેના ચંદ્રાવતી(ચાણસ્મા) ગામમાં રવિચંદ નામે એક ગરીબ શ્રાવક રહે છે અને પોતે હીંગ, મીઠું, મરચું વગેરે વેચીને ઉદરનિર્વાહ કરે છે. એક વાર તેને સ્વપ્ન આવ્યું કે ભટુર ગામની પાસેના એક ખેતરમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે તે લઈ આવો. હવારે ઊડી, વહેલ જોડી ખેતરમાં શેઠ એ મત બતાવેલા સ્થાનેથી લઈ આવ્યા એક વાર ફરી યક્ષે સ્વપ્નમાં આવી કહ્યું કે-તું મંદિર બંધાવ, અને શેઠન કેટલુંક છું! ધન પણ બતાવ્યું. આ ધનથી રવિચંદ શેઠે સુંદર મંદિર બંધાવ્યું અને સં. ૧૫૩૫ માં પ્રતિષ્ઠા કરવી.” આથી પણ એક વધુ પ્રાચીન પુરા નીચે પ્રમાણે મલે છે –
"पूर्वि वद्धिमान भाइ जयता उचालि चाहणपमि वास्तव्यसासरामांहि तब श्रीभट्टेवापार्श्वनाथचैत्यकागपितं सं. १३३५ वर्षे श्रीअंवलगच्छे श्री अजितसिंहमूरिणामुपदेशेन प्रतिष्ठितम्." ।
( આત્માનંદ શતાબ્દી સ્મારક અંક, પૂ. શ્રી જયતવિજય
મહારાજને વિશાશ્રીમાળીજ્ઞાતિની વંશાવળીને લેખ). આ ઉપરથી એમ લાગે છે કે વમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પિતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો અને ત્યાં શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com