________________
કઈ '; ૧૮૦ :
જૈન તીર્થ આ મેરામાં અત્યારે શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું મંદિર છે. અતિ પ્રભાવિક છે. શ્રાવકોના ઘર છે, ઉપાશ્રય છે. લેય તીર્થથી છ ગાઉ રાંતેજા,' ત્યાંથી છ ગાઉ મહેરા અને ત્યાંથી છ ગાઉ ચાણસમા છે. ભોયણીથી પાટણ જતાં વચમાં મેંઢેરા જરૂર જવું. મેંઢેરાથી પાટણ પણ છ સાત ગાઉ છે. મેટેરા વડેદરા સ્ટેટનું ગામ છે.
કઈ–મનમોહન પાર્શ્વનાથજી કડીથી જે રેવે લાઈન હારજ જાય છે ત્યાં ચાણસ્મા અને હારીજની વચ્ચે કોઈ સ્ટેશન આવે છે. આ સ્ટેશનથી મા થી ના માઈલ દૂર કંઈ તીર્થ આવેલું છે. પગરસ્તે ચાણસ્માથી લગભગ પંચ ગાઉ દૂર છે અને હારીજથી પણ કંબઈ પાંચ ગાઉ થાય છે. હારીજથી પગરસ્તે કંઈ જતાં કાઈના પાદરમાં કેટલાક ખંડિયેરે, જમીનમાં દટાયેલા પાયા, મટી મેટી ઇટ વગેરે જેવા મલે છે. કંઈ પ્રાચીન ગામ છે. અહીં અત્યારે દેવવિમાન જેવું સુંદર જિનમંદિર છે. નાની ધર્મશાળા છે. ૮–૧૦ શ્રાવકોનાં ઘર છે. બીજી વરતીમાં રાજપુતે, ખેડૂતે અને કેળી વગેરે છે. મંદિર પરમ શાંતિનું ધામ છે. મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી છે. મતિ મહાપ્રભાવિક અને ચમત્કારી છે. શાંતિના ઈચ્છુક યાત્રીઓએ અહીં આવી જરૂર યાત્રાને લાભ લેવા જેવો છે. મંદિરના જીર્ણોદ્ધારની જરૂર જણાતાં પૂ. શ્રી મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી(ત્રિપુટી ના સદુપદેશથી અમદાવાદના કેટલાક ભાઈઓ અને ચણસ્મા, હરીજ, શંખલપુર વગેરેના સંઘની કમીટી નીમાઈ છે. કમિટીના પ્રમુખ તરીકે શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટુ છે અને તેઓ પોતાના સાથીદારો સાથે ખૂબ જ ઉત્સાહથી છણે ધારનું કામ કરી રહ્યા છે. બે ત્રણ ધર્મશાળાઓ છે. યાત્રિકો માટે ભેજનશાળા પણ ખુલી છે.
ગામમાં મહાદેવજીના મંદિરમાંના બેંયરામાં એક પ્રાચીન ઊભા કાઉસગયા છે. ગામ બહાર ઝાડ નીચે પણ એક ખંડિત જૈન મૂર્તિ છે. એક ટેકરા ઉપર પણ જૈન મૂર્તિઓ હતી. એક દેવીના મંદિરના શિખરમાં પણ જૈન મંદિરના શિખર ઉપર જેવા બાવલાં હોય છે તેવા બાવલાં જણાય છે. એક રાજપુતના ઘર પાસે ટીંબા નીચે પણ જૈન મૂર્તિઓ હેવાનો સંભવ છે. આજુબાજુમાં બેદાણકામ થતાં જૈન સ્થાપત્ય પ્રાપ્ત થાય છે.
૧. રોતેજામાં સુંદર બાવન જિનાલયનું મંદિર છે. શ્રોનેમિનાથજી ભગવાનની બહુ જ ભય અને મને હર મૂતિ પરમ દર્શનીય છે. ત્યાં સુંદર ધર્મશાળા, ઉપાશ્રય, શ્રાવકેનાં ઘર છે. અને તેરમી અને ચૌમી સદીના પ્રાચીન લેબો પણ છે. તીર્થ જેવું છે.
૨. ચાણસ્માથી એક ગાઉ દૂર રૂપપુર ગામ છે. ત્યાં એવીશ દેરીઓવાળું સુંદર પ્રાચીન મંદિર છે. ખાસ દર્શનીય અને શાંતિનું સ્થાન છે. શ્રાવકનાં થડા ઘર છે. મતિ સુંદર અને શાંતિમય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com