SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંભુ ગભૂતા : ૧૭૮ : [ જૈન તીર્થોને ગાંભુ–ગંભૂતા જેન સાહિત્યમાં આવતું ગંભૂતા ગામ તે જ અત્યારનું પાટણ તાબાનું ગાંભુગંભીરા ગામ છે. અહીં સુંદર, ચમત્કારી શ્રી ગંભીરા પાનાથની પ્રતિમા છે. સુંદર બે માળનું પ્રાચીન મંદિર છે. એમાં મૃતિઓ ઉપર શિલાલેખ નથી. ગંભીર પાર્શ્વનાથજી મહાપ્રભાવિક છે. અહીં શ્રાવકના ઘર પંદર છે. ઉપાશ્રય છે. અહીંના પૂજારીને પ્રભુના હાથમાંથી જ એક રૂપાનાણું મળતું હતું પરંતુ ત્યાંના યતિવયે ઉપાય કરી તે બંધ કરાવ્યું. ગંભુતા-ગંભીરા બહુ પ્રાચીન છે. જેનસૂત્રો ઉપર આઘાટીકાકાર શ્રી શીલાંકાચાર્યે આચારાંગ સૂત્રની ટીકા આ ગંભૂતમાં સમાપ્ત કરી હતી. “સ્રાવણ ના જન્મના દશમ ટો ” આ ટીકા ગુપ્ત સંવત્ ૭૭૨ ના ભાદરવા શુદિ પાંચમે ગંભૂતામાં પૂરી કરવામાં આવી છે. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજ નીનાશેઠ (નીમય શેઠ) શ્રીમાલનગરથી ગાંભુ આવ્યા હતા. એમને ગુજરેશ્વર વનરાજે ગાંભુથી પાટણમાં બે લાવી તેમના પુત્ર લાહીરને પોતાને દંડનાયક (સેનાધિપતિ) ની હતે. આ નીના શેઠે પાટણમાં શ્રી કષભદેવ પ્રભુનું સુંદર મંદિર બંધાવ્યું હતું. શક સંવત ૮૨૬ માં સિદ્ધાંત યક્ષદેવના શિષ્ય પાશ્વનાગ ગણિએ રચેલી શ્રો શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ તાડપત્ર પર લખાઈ હતી. આવી જ રીતે ૧૫૭૧ માં અહીં અંબડ ચરિત્ર લખાયું હતું અર્થાત્ આ ગર્ભ ગ્રામ પાટણ વસ્યા પહેલાનું ગુજરાતનું પુરાણું ગામ છે. કહેવાય છે કે ગાંભુ શહેર ભાંગીને પાટણ વસ્યું છે. આ ગાંભુ ગામ મેંઢેરાથી ત્રણ સાડાત્રણ ગાઉ, ચાણસ્માથી છથી સાત ગાઉ અને પાટણથી લગભગ આઠ નવ ગાઉ દૂર છે. આ પ્રાચીન ગામની ચારે બાજુ જૂનાં ખંડિયેર, ટીંબા વગેરે દેખાય છે, આ પાટણ તાબાનું ગાયકવાડી ગામ છે. * મેઢેરા ગુજરાતનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં મેઢા પણ ઉલ્લેખનીય છે. ગુજરાતભરમાં જેનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી અને ભરૂચનું શકુનિકાવિહાર-અવાવબોધ તીર્થ પ્રાચીન છે. તેમ આ મોંઢેરા પણ પ્રાચીન તીર્થ છે. વિવિધતીર્થકલ્પમાં ઉલ્લેખ છે કે– " सित्तुजे रिसहं गिरिनारे नेमि, भरुअच्छे मुणिसुव्वयं, मोढेरए वीर महुराए सुपासे घडिआदुगभंतरे नमित्ता सोरटे ढुंढणं विहरित्ता गोवालगिरिमि जो भंजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिषप्पहट्टिमरिणां अट्ठ सयछब्बीसे . (८२६ ) विक्कमसंवच्छरे सिरिवीरविंबं महुराए ठाविअं" શસંજયમાં રાષભદેવજીને, ગિરનારમાં નેમિનાથજીને, ભગ્નમાં મુનિસુવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy