SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ : ૧૭૬ : [તીર્થનિ છતાં. લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. અહિંસાધર્મના પરમ ઉપાસક આ મંત્રીશ્વરએ ગુજરાત અને ગુજરાત બહાર વિજય કે વગાડ. દયાધર્મ પાળનારા જેનેની શ્રેષથી નિંદા કરનારનાં મુખ તેમણે યામ ક્યાં હતા. પાટણના સામ્રાજ્યકાળમાં આવા સમર્થ યુદ્ધકુશળ જેનધ્ધાઓએ ગુજરાતની આબાદીમાં પિતાને ફાળે આપ્યા છતાં કેટલાક જૈનેતર ઇતિહાસકારે અને લેખકો તે હકીકત નહિ જણાવતાં સત્ય બાબત છુપાવી, ઉલટું આવા સમર્થ પુરુષને ખરા સ્વરૂપમાં નહી ચીતરી તેમજ કલંકિત બનાવીને હદયની દ્રષમય લાગણી બતાવી તેમણે પિતાની વિદ્વત્તાને શોભાવી નથી. કુમારપાળ પછી અજયપાલ અને ભેળા ભીમના વખતમાં પાટણની કાંઈક પડતી શરૂ થઈ, તે તેનાં પોતાનાં જ અવિચારી કૃત્યેનું પરિણામ હતું. તેણે રાજ્ય ગુમાવ્યું હતું. પાછળથી તેણે ગાદી મેળવી હતી. તેના પછી ચૌલુકય વંશની ગાદી વાઘેલાવંશમાં આવી ત્યારે ફરીથી પાછું ગુજરાત આબાદીભર્યું થયું ને પાટણની પુનઃ જાહેજલાલી પણ ઠીક ઠીક થઈ હતી. તેને મૂળ પુરુષ ભેળા ભીમને મહાસામંત લવણપ્રસાદ ને તેને પુત્ર વીરધવલ હતું અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા. પાટણનું ગૌરવ મુસલમાન સરદાર કુતુબુદ્દીને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લૂંટી લીધું હતું કે ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલાવંશના પ્રધાન દયાધર્મના પાળનાર વસ્તુપાળ તેજપાળ જન હતા છતાં યુધ્ધમાં પરાક્રમ બતાવીને તે જમાનામાં ગુજરાતને શોભાવ્યું હતું-શણગાર્યું હતું, વરધવલનું રાજય તેમણે જ વધાર્યું હતું, સમજો કે ગુજરાતની પડતી પહેલાંની તેમણે આ છેલ્લી જાહેરજલાલી ઝળકાવી હતી. ન્યાય અને નીતિનાં રાજ્યતંત્રો તેમણે સ્થાપ્યા હતાં. આ ગુજરાતના મંત્રીશ્વરએ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓને હરાવી ગુજ. રાતની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપી. ગોધરાના ઘુઘુલ રાજને હરાવી, દભવતીને જીતી કિટલેબંધ બનાવ્યું. આબુ, શત્રુંજય, ગિરનારનાં સુંદર કળામય જેન મંદિર બનાવ્યાં. સાથે જ શિવાલયે અને મજીદેને રક્ષણ આપી તેના જીર્ણોદ્ધાર પણ કરાવ્યા. તેમણે કરડે રૂપીયા ધર્મકાર્યમાં ખચી ગુજરાતના ગૌરવને દીપાવ્યું. વાઘેલાવંશમાં પાટણની ગાદીએ વિરધવલ પછી વિશલદેવ, અજુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજા થયા. તે પછી છેલ્લે કરણ વાઘેલે થયે. આ રાજા છેલ્લે જ હિન્દુ ગુર્જરપતિ હતા. તેના માધવ નામના નાગરબ્રાહ્મણ પ્રધાને વિદેશી રાજકર્તા મુસલમાનેને બોલાવી ગુજરાત ઉપર ચઢાઈ કરાવી ગુજરાતને ત્યારથી હમેશને માટે પરાધીન બનાવરાવ્યું. લાખ રજપુતે અને નિદાનું તે નિમિત્તે લેહી રેડાયું. ગુજરાતને પરાધીનતાની બેડીઓ પહેરાવી ગુર્જરીદેવીનું નૂર હણ્યું અને હમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહોર્યું. તેમના શ્રાપમાં તે પોતે હમા. માધવ પ્રધાનની શિખામણથી દિલ્હીપતિ અલાઉદ્દીન બાદશાહે ઈ. સ. ૧૨૯૭ અને સં. ૧૩૫૩ માં ગુજરાત ઉપર ચડાઈ કરવાને મોટું લશ્કર કહ્યું. સરદાર આલમખાન સેટું લશ્કર લઈ પાટણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy