________________
ઇતિહાસ ] : ૧૭૫ :
- પાટણ છે. તેમના ધર્મોપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજીએ ચયવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી રવિક૯૫ની સ્થાપના કરી હતી. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, માલધારી હેમચંદ્રસૂરિ, માલધારી અભયદેવસરિ, નવાંગ વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, જિનચંદ્રસૂરિજી, જિનવણભગણિ, જિનદત્તસૂરિ આદિ અનેક પ્રભાવિક આચાર્યોએ, સોલંકી રાજવીઓ દુર્લભરાજ ભીમદેવ, કર્ણરાજ આદિને પ્રતિબોધી ધાર્મિક કાર્યો, જિનમંદિરો વગેરે કરાવ્યાં છે. સુંદર પુસ્તક, ટીકાઓ રચી છે. તેમજ વાદી શ્રી દેવસૂરિજીએ-સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને વાદમાં જતી વેતાંબર નધર્મની વિજયપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ રાજા સિદ્ધરાજને પ્રતિબોધ પમાડ્યો, દેવબોધી શંકરાચાર્યને જીત્યા તેમજ મહારાજા કુમારપાલને પ્રતિબોધી પરમાતા પાસક બનાવ્યો. હેમચંદ્રાચાર્યજી અને અભયદેવસૂરિજી જેવા સમર્થ સૂરિપંગની આ સ્વર્ગભૂમિ છે. સિદ્ધરાજના સમયમાં જ પાટણમાં સેંકડો લહીયા બેસી સર્વ દર્શનનાં પુસ્તક લખતા અને શ્રી હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણ ગ્રંથ અને બીજા ગ્રંથ માટે પણ સેંકડો લહીયા લખવા બેઠા હતા. સિદ્ધરાજે પાટણમાં સિદ્ધવિહાર-રાજવિહાર નામનું સુંદર જિનમંદિર બનાવ્યું હતું અને માલધારી અભયદેવસૂરિજીના ઉપદેશથી પોતાના રાજ્યમાં પર્યુષણાના આઠ દિવસ અને એકાદશી પ્રમુખ દિવસે અમારી પળાવી હતી. આ સિદ્ધરાજે અને કુમારપાલે શત્રુંજયની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામ ભેટ આપ્યાં હતાં. અને પછી ગિરનારની પણ યાત્રા એણે કરી હતી. કુમારવિહાર, ત્રિભુવનપાલપ્રાસાદ વગેરે જેને મંદિર બનાવ્યાં હતાં. સોલંકીવંશ અને વાઘેલાવંશને પ્રતિબંધ આપનાર અનેક આચાર્યોએ પાટણને પવિત્ર કર્યું છે. તેમજ મેગલ જમાનામાં પણ વિજયદાનસૂરિ, જગદગુરુ વિજયહીરસૂરિજી, વિજયસેનસૂરિજી, વિજ્યદેવસૂરિ, વિજયપ્રભસૂરિજી આદિ અનેક પ્રભાવિક જેનાચાર્યોએ પધારી જૈનધર્મનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં છે. પાટણ મહાગુજરાતનું મહાન જ્ઞાનતીર્થ છે. એક રીતે હિન્દના પ્રસિદ્ધ જ્ઞાનતીર્થોમાં પણ એ પોતાનું ગૌરવ જાળવે તેવું મહાન જ્ઞાનતીર્થ છે એ નિસ્ટન્દહ છે. પાછળથી શ્રીપૂજે-તપાગચ્છીય શ્રીપૂજની–ગાદીનું મથક પણ પાટણમાં હતું.
ચાંપે મંત્રી અને શ્રીદેવીની સહાયતાથી વનરાજે પાટણ વસાવ્યું. ચાંપા મંત્રીના નામથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર પણ વધ્યું. બાણાવળી ભીમના વખતમાં વિમલમંત્રીએ અનેક લડાઈઓમાંથી જીત મેળવી શત્રુઓને વશ કરી ભીમદેવના રાજ્યની હદ ગુજરાતને વધારી આપી હતી. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં. ચંદ્રાવતીના અને કુંભારીયાજીનાં કળામય જૈન મંદિર બનાવ્યાં ચંદ્રાવતીને પરમારને વશમાં આણ્યા અને માળવા, પણ જી. ત્યારપછી મુંજાલ મંત્રી, સજન મેતા, ઉદયન મંત્રી. બાહડ અને અંબડ વગેરે રાજા કરણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના મંત્રીઓ થયા. તેઓ જેન હોવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com