________________
પાટણ
: ૧૭૪ :
[ ન તીર્થને આ સિવાય આ તીર્થના મહિમાસૂચક અનેક રસ્તુતિસ્તંત્ર-તથા તીર્થમાળાઓમાં ઉલ્લેખ મળે છે. આ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન કાલમાં ચારૂપ એક મહત્વનું તીર્થ હતું.
હાલમાં પણ ચારૂપમાં ખોદકામ કરતા અનેક જિનભૂતિઓનાં ખંડિત ભાગે, પરિકર, શાસનદેવી, મંદિરના સ્થભે મળી આવે છે. શ્રીમાન શ્રીજિનવિજયજી પિતાના પ્રાચીન લેખસંગ્રહમાં ચારૂપમાંથી ઉપલબ્ધ થયેલ પરિકર પરનો લેખ આપે છે, જે નીચે પ્રમાણે છે.
.........તિ રૂ શ્રીનાથજી શ્રી ગુણતાને છે राधणसुत श्रे० सोना तथा श्रे० जसरासुत.
૨.........વૈવાગ્યાં વાછાગ્રામ શ્રીમહાતીર્થે શ્રીપાનાથજરાત.
३ प्रतिष्ठितं श्रीदेवचंद्रमरिभिः ।"
આ લેખમાં જણાવેલ શ્રી દેવચંદ્રસૂરિ સાથે સંબંધ ધરાવનારે સંવત ૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની મૂર્તિ પણ પાટણના પંચાસરાપાર્શ્વનાથના મંદિરમાં બિરાજમાન છે. આ સમયે ચારૂપ મહાતીર્થરૂપ ગણાતું એમ આ શિલાલેખના આધારે નિશ્ચિત થાય છે.
પાટણથી ચારૂપ રેવેરસ્તે પણ જવાય છે. પાટણથી પહેલું જ સ્ટેશન છે. સ્ટેશનથી એક માઈલ દૂર ગામ છે, જ્યાં આપણું મંદિર છે. ત્યાં વિશાલ ધર્મશાલા છે. દર પૂર્ણિમાએ મેળા જેવું રહે છે. બીજી પણ શાલાઓ બનેલી છે.
પાટણ ગુજરાતની પ્રાચીન રાજધાની, ગુજરાતના વિભવ, કીતિ, અસ્મિતાના શિખર બેઠેલી આ નગરીએ ઘણું ઘણું ચડતી પડતીના પ્રસંગે નિહાળ્યા છે. ગુજરાતના રાજવીઓ એક વાર હિન્દભરમાં પ્રસિદ્ધ હતા તેમજ એમના મંત્રીઓની મુત્સદ્દીગીરીની એક વાર તે હિન્દભરમાં બોલબાલા બેલાતી હતી. તેમજ પાટણના કુબેર ભંડારી જેવા શ્રીમંત જેનોની દાન-દયાળુ વૃત્તિ અને શૂરવીરતાની ભારતમાં કીતિ ગાજતી. પાટણમાં એક વાર ભારતની લક્ષ્મી રમતી હતી. પાટણ વ્યાપાર, કલા અને શિક્ષણનું જબરજસ્ત કેન્દ્ર હતું. સાથે જ ગુજરાતની આ રાજનગરી જૈનધર્મનું પણ કેંદ્ર હતી. પાટણ જેનપુરીના ગૌરવને પામેલ હતું. અહીં અનેક સૂરિપંગ અને મુનિવરે પધારતા અને ધમાં મૃત વહાવતા. આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ પાટણ સ્થાપક. ગુર્જરરાજ્ય સ્થાપક વનરાજની રક્ષા કરી-એને જીવતદાન, જ્ઞાનદાન અને સંસ્કારદાન આપી સાચે માનવ-નરપતિ બનાવ્યો. પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં થઈ અને તે જ વખતે શીલગુણસૂરિજીના ઉપદેશથી પાટણમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરની સ્થાપના થઈ. જે પંચા. પાધનાથજીના મંદિરમાં અત્યારે પણ ભૂલનાયક છે. પાટણમાં જૈન ધર્મના અનેક પ્રભાવિક આચાયો પધાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com