________________
; ૧૩ર :
[ જૈન તીર્થને તેઓશ્રીએ બાર મહિના અહીં રહી ધ્યાન કર્યું હતું અને તેમને ઉપદ્રવ મટયે હતે.
એલગપુરના રાજા એલગદેવને રેગ પણ પ્રભુના સ્નાત્રજલથી મચ્યો હતે.
અત્યારે પણ પાટણ, હારીજ, પંચાસર, ચાણમા, દસાડા, માંડલ, વીરમગામ આદિના જેને પ્રત્યક્ષ ચમત્કારે જેયાની વાત સંભળાવે છે. ચાણસ્માના એક પટેલની આંખે મેતી હતે. ડે. કહે એને દેખાશે નહિં છતાંયે અહીંની યાત્રા કરી પ્રભુનું ન્હવણ જળ આંખે લગાડવાથી એને મેતી ઉતરી ગયા અને દેખતે થયો હતે. અર્થાત આ તીર્થ મહાચમત્કારી અને પરમ પ્રભાવશાલી છે એ નિસંદેહ છે.
મહાતપસ્વી શ્રી વિદ્ધમાનસૂરિજી તેરમી સદીમાં અહીં અનશન કરી વગે પધારી અહીંના અધિષ્ઠાયક દેવ થયા છે. આ સિવાય દરેક ધરણંદ્ર અને પદ્માવતી પણ શાસનની–તીર્થની સારી સેવા કરે છે. પાશ્વયક્ષ પણ તીર્થસેવા કરે છે.
આ સિવાય ઠેઠ તેરમી સદીથી તે અદ્યાવધિ સુધી દરવર્ષે જુદા જુદા ગામના આવેલા અને આવતા સંઘને રસિક ઈતિહાસ મળે છે. આ બધું તીર્થની પ્રભાવિકતાનું જ સૂચન કરે છે.
ચારૂપ ચારૂપ એ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલું નાનું સરખું ગામ છે. હાલમાં ત્યાં નાનું છતાં ભવ્ય અને સુંદર એક જિનમંદિર છે. મૂળનાયક શામળા પાર્વનાથજીની પ્રતિમાજી છે. પ્રભાવક ચરિત્રમાં ચારૂપ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલેખ છે.
* “શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને અધિષ્ઠાયક દેવે સંભાળ્યું હતું. શ્રેષ્ઠીએ વ્યંતરને ઉદ્દેશીને પૂજા કરતાં તેણે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂગર્ભમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી જેથી ત્યાં તીર્થ થયું” બીજી પાટણમાં અને ત્રીજી સ્તભન ગામમાં સેઢી નદીના તટ પર જંગલમાં સ્થાપિત કરી હતી.
આ સિવાય બીજું પ્રમાણ એ પણ મળે છે કે-શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાલમાં પ્રભુજીના નિર્વાણ પછી બે હજાર બસે ને બાવીશ વર્ષ ગયા પછી ગૌડ દેશના આષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી જેમાંની એક ચારૂપમાં છે. કેટલાક એમ પણ કહે છે કે ઉપર્યુક્ત કાંતા નગરોના ધનેશ શ્રાવક શ્રી મુનિ
૧. શ્રી પ્રભાવક ચરિત્રના મૂળ લેક જુઓ. "श्रीकान्तानगरीसत्कधनेशश्रावकेण यत, वारिधेरन्तरा यानपात्रेण व्रजता सता ॥ १ ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः, अर्चितव्यन्तरोपदेशेन व्यवहारिणा ॥ २ ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयोशीतुः तेषामेका च चारुपग्रामे तीर्थ प्रतिष्ठितम् ॥३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com