________________
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૮ :
જૈન તીર્થોને ૧. ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયના સૌરાષ્ટ્રના દંડનાયક, ગિરનારતીર્થને જીર્ણોદ્ધાર કરાવનાર દાનવીર ધર્મવીર સજજન મહેતાએ અહીં સુંદર દેવવિમાન જેવું ભવ્ય જિનમંદિર બંધાવી વિ. સં. ૧૧૫૫ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી વિદ્યમાન હતા. કદાચ તેમના ઉપદેશથી જ સજજન મહેતાએ આ જીણોધ્ધાર કરાવ્યું હશે,
૨. ગુજરાતના મહામાત્ય દાનવીર,ધર્મવીર, મંત્રીશ્વર વરતુપાલ તેજપાલે શ્રી વર્ધમાન સૂરીશ્વરજી(વડગછીય, સંવિજ્ઞપાક્ષિક)ના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથજીના તીથને મહિમા સાંભળી, ત્યારે મોટો સંઘ કાઢી, દર્શન કર્યા અને મંદિરની જીર્ણ સ્થિતિ નિહાળી સુંદર જિનમંદિર બંધાવ્યું. ચોતરફ ફરતી જિનાલયની દેરીઓ બનાવી વિ. સં. ૧૨૮૬ લગભગમાં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી વગેરે સુવિહિત સૂરિપંગ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ વખતે દરેક દેરીઓને સોનાના કળશ ચઢાવ્યા હતા.
આ જીર્ણોધ્ધારમાં મંત્રીશ્વર બંધુયુગલ વરતુપાલ તેજપાલે બે લાખ રૂપિયા ખર્ચ તીર્થભકિતને અનુપમ લાભ લીધો હતે.
૩. ત્રીજા ઉધ્ધાર માટે જગડુચરિત્ર મહાકાવ્ય સગ૬માં લખ્યું છે કે-પૂર્ણિમા પક્ષના શ્રી પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ. સં. ૧૩૦૨ ની આસપાસમાં મહારાણું દૃજનશલ્ય(ઝંપુર-ઝીંઝુવાડાના રાણું)ને કોઢને રોગ મટાડો તેથી ઉકત સૂરિજી મહારાજના ઉપદેશથી રાણું દુર્જનશલ્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીને જીર્ણોધ્ધાર કરાવ્યો.
૪. રાણા દુર્જનશલ્યના ઉદ્ધાર પછી થોડાં વર્ષો સુધી આ મંદિર સારી અવસ્થામાં રહ્યું હતું પરંતુ ત્યારપછી અલ્લાઉદ્દીન ખીલજીને ગોઝારે કાળ આવી પહોંચે. એના સચે આ પ્રાચીન ભવ્ય મંદિરને વંસ કર્યો. શ્રાવકેએ મૂલનાયક ભગવાન અને બીજી મૂર્તિઓ સમય સૂચક્તા વાપરી જમીનમાં પધરાવી દીધી હોવાથી તેનું રક્ષણ થયું.
આ મંદિર પહેલાં નગર બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર પડે છેટે દટાઈ ગયેલા મકાનના અંશે દેખાય છે. ગામ લેકે કહે છે કે પુરાણું મંદિર આ છે. ત્યારપછી જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉપદેશથી ગામના મધ્ય ભાગમાં બાવન જિનાલયનું મંદિર બનાવવામાં આવ્યું જ હતું.
* “ગુજરાતના ઐતિહાસિક સાધને ભાગ ૧-૨ લખ્યું છે કે “માનજી ગંધારીએ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ૩ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે મોઢે હતાં. તેને ફરતી પ્રદક્ષિણાની શિખરબંધ દેરીઓ જુદા જુદા ધણુએ કરાવી હોય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com