________________
અંગીયા
જૈિન તીર્થોને
અંગીયા ભૂજથી ચૌદ પંદર ગાઉ દૂર આ ગામ છે. અહીં જૈનોની વસ્તી સારી અને ભાવિક છે. એક સુંદર નાનું નાજુક જિનમંદિર છે. અહીં હિંદભરમાં પ્રખ્યાતિ પામેલ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ (પાલીતાણા)ના સંસ્થાપક અને પ્રેરણાદાતા બાલબ્રહ્મચારી પરમપૂજ્ય શાસન પ્રભાવક શાસનદીપક પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) મહારાજને સં. ૧૯૭૪ ના આસો વદિ દશમના રોજ વર્ગવાસ થયે છે. ગામ બહાર જ્યાં તેમના દેહને અગ્નિસંસ્કાર કર્યો છે ત્યાં તૂપની સ્થાપના છે. ગામમાં જિનમંદિરમાં ગુરુદેવની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. તેઓશ્રીએ કચ્છમાં વિચરી ઘણા ઉપકારો કર્યા છે તેઓશ્રીની શત્રુંજય તીર્થ રક્ષા સમયની સેવા, ગુરુકુળની સ્થાપના, જળપ્રલય સમયની અપૂર્વ સેવા, શાસનસેવા અને સમાજસેવા બહુ જ પ્રસિદ્ધ છે. કચ્છ વાગડ અને માગપટ તથા કંઠી પ્રદેશના સુધારા માટે પણ તેમણે ઘણું જ જહેમત ઉઠાવી હતી. માગપટની કેન્ફરન્સ પણ તેમણે સ્થાપી હતી. તેમજ પાલીતાણા ગુરુકુળ વર્તમાન કમિટીને સોંપ્યા પછી કચ્છને માટે એક સુંદર વિશાળ ગુરુકુળ સ્થાપવાની પણ તેઓશ્રીએ તૈયારી કરી હતી. સુપ્રસિધ્ધ ધર્મપ્રચારક વિદ્વાન મુનિરાજશ્રી દર્શનવિજયજી, મુનિમહારાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી આદિ ત્રિપુટી શિષ્યને દીક્ષા પણ તેઓશ્રીના શુભ હસ્તે કચ્છમાં જ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કચ્છમાં ભચાઉ, ભુજપુર, કાંડાગરા, નાનીખાખર, બીદડા, નાના તથા મેટા આસંબીયા, કેડાય, લાયજા, ડુમરા વિગેરે સ્થળેમાં જૈનોની વસતિ સારી છે તેમજ પ્રાચીન અને ભવ્ય જિનમંદિરથી અલંકૃત છે. ખાસ દર્શનીય છે.
*બાપનું જન્મસ્થાન પણ કચ્છ ભૂમિ છે. પત્રી આપની જન્મભૂમિનું ગામ છે. સં. ૧૯૪૦ માં જન્મ, ૧૯૫૬ માં સ્થાનકમારી દીક્ષા પણ કછ-પત્રીમાં જ થઈ હતી. આપના પિતાનું નામ ઘેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ છે. ૧૯૬૦ માં સ્થા. દીક્ષા ત્યાગી અને એ જ સાલમાં સંવેગી દીક્ષા પૂ. પા. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે જામનગરમાં થઈ હતી, આપના ગુરુવનું નામ શ્રી વિનયવિજયજી મહારાજ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com