________________
ઈતિહાસ ]
: ૧૪૫ ઃ કેઠારા જખૌઃ નળીયા તેરા ત્કારી મૂર્તિનું એક મંદિર છે. આખા કચ્છ પ્રદેશમાં આ મૂર્તિનું માહાતમ્ય ઘણું છે.
૨. કે ઠારા-સુથરીથી કોઠારા ચાર ગાઉ થાય. અહીં પS શાંતિનાથ પ્રભુનું વિશાળ મંદિર છે. માટે પર્વત હોય તેવું મંદિર છે. બાર વિશાળ શિખર છે. આખા કચ૭માં આવું મોટું મંદિર બીજું એકે નથી. સંવત ૧૯૧૮માં સોળ લાખ કેરીના ખચે શેઠ કેશવજી નાયક અને તેમના બન્ધ શેઠ વેલજી મલુએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરની લંબાઈ ૭૮ ફીટ, પહોળાઈ ૬૪ ફીટ અને ઊંચાઈ ૭૪ ફીટ છે.
૩. જખૌ-કોઠારાથી સાત ગાઉ થાય છે. જખૌ બંદર છે. અહીં એક વિશાળ કંપાઉંડમાં ઊંચા શિખરવાળાં જુદા-જુદા ગૃહસ્થ તરફથી બનેલાં આઠ મંદિરે, વિશાળ ભવ્ય અને સુંદર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. કુલ ૨૦ શિખર છે, ૧૩૬ પાષાણની પ્રતિમાઓ અને ૧૨૫ ધાતુની પ્રતિમાઓ છે. જેનેનાં ૨૦૦ ઘર છે. મુખ્ય મંદિર વિ. સં. ૧૯૦૫માં શેઠ જીવરાજ રતનશીએ બંધાવેલ જે “રત્નક’ તરીકે પ્રસિદ્ધ છે.
૪. નળીયા-જખૌથી નળીયા છ ગાઉ થાય છે. અહીં સુંદર ચાર જિનમંદિર છે. દેરાસરજીને ૧૬ શિખર અને ચૌદ રંગમંડપો છે. આ વિશાળ મંદિર વિ. સં. ૧૮૧૭માં શેઠ નરશી નાથાએ બંધાવ્યું છે. ૨૦૦ ઘર શ્રાવકેનાં છે.
૫. તેરા-નળીયાથી સાડાત્રણ ગાઉ થાય. અહીંને ગઢ ઘણો મજબૂત છે. અહીં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી અને શ્રી શામળા પાર્શ્વનાથજીનાં બે મંદિરો છે. મોટા મંદિરને નવ શિખરે છે. વ્યવસ્થા સારી છે.
કટારીયા વાગડમાં કટારીયા તીર્થ પ્રસિદ્ધ છે. ગામ નાનું છે છતાં ગામની આસપાસ સૌંદર્ય સારું છે. જેનેના ફકત છ જ ઘર છે. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય મનહર છે. પ્રતિમાજી એવા રમ્ય છે કે-જોતાં ને તૃપ્ત થાય જ નહીં. અહીં એક સુંદર ન બેડીંગ ચાલે છે. - કાઠિયાવાડથી કચ્છમાં વેણાસરના રણને રસ્તે આવનારને વેણાસરનું રણ ઉતર્યા પછી માણાબ અને ત્યારપછી કટારીયા આવે છે. આપણુ કરછમાં પ્રાચીન નગરી છે. ઇતિહાસપ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર જગડુશાહના મહેલે અહીં પણ હતા. પહેલા આ નગરી બહુ જ વિશાળ હતી. મુસલમાનના અનેક હુમલાથી આ નગરી ખેદાનમેદાન થઈ ગઈ. માત્ર પ્રાચીન અવશે જ કાયમ રહ્યા છે. અહીંનું ન મંદિર ઘણું જ ભવ્ય અને મને હર છે અને યુતિ ખૂબ પ્રાચીન તેમજ દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com