________________
કરછ
ભદ્રેશ્વર તીર્થ કચછ દેશમાં અંજારથી દશેક ગાઉ દૂર વસઈ ગામ છે. ત્યાં ભદ્રેશ્વર નામે પુરાણું સ્થાન છે. આજથી લગભગ વીસ સે વર્ષ પહેલાં અહી ભદ્રાવતી નામની નગરી હતી. આદર્શ બ્રહ્મચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું આ નગરીનાં જ નિવાસી હતાં. શ્રી વીર નિર્વાણ પછી ૨૩મા વર્ષે દેવચંદ નામના એક ધનાઢ્ય શ્રાવકે ભવ્ય જિનમંદિર આ નગરીના મધ્ય ભાગમાં બંધાવ્યું અને પ્રતિમાની અંજનશલાકા શ્રી સુધર્માસ્વામી ગણધર મહારાજના હાથથી કરાવી. આ સંબંધી એક તામ્રપત્ર વિ. સં. ૧૯૩૯માં અહીંના મંદિરનો જીર્ણોદ્ધાર સમયે મળેલું. આ લેખની મૂળ કેપી તે ભુજમાં છે, કિન્તુ તેની નકલ પૂ. પા. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજને તથા રોયલ એશિયાટીક સોસાઈટી કલકત્તાના ઓનરરી સેક્રેટરી એ. ડબલ્યુ રૂડાફ હેનલ તરફ મોકલેલી. તેમણે આ તામ્રપત્રની નકલ ઘણું મુશ્કેલીથી વાંચી નિર્ણય કર્યો હતે કે “ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ્ર નામના વણિકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે.”
આ શિલાલેખને સારાંશ ભાગ આ પ્રમાણે છે-“શ્રી કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. તે પુરીમાં મહર્થિક શિરોમણિ હિંમતલાજ દેવચંદ્ર નામને એક એષિપુંગવ નિવાસ કરતું હતું. તે સુશ્રાવકે લાખ દ્રવ્ય ખરચી વીર સંવત ૨૩ માં જેન લેકેની જાહેરજલાલી સૂચવનારું આ દેરાસર બંધાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયકપદે સ્થાપના કરી.” (જુઓ પ્રત્તરપુષ્પમાળા).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com