________________
ઇતિહાસ ]
• ૧૩૯ : વ માનપુરી: ઉપરીઆળા
હતું. યદ્યપિ તે પ્રાચીન મંદિર અત્યારે તે નથી પરન્તુ મુસલમાન જમાનામાં તે મસ્જીદરૂપે થઇ ગયુ. હાય તેમ લાગે છે. ગામમાં એક મસ્જીદ અથવા પીર જેવી જગ્યા છે. લાક કહે છે કે-આ મૂળ હેમચ'દ્રાચાર્યાં. મહારાજના ઉપાશ્રય હતા. અહીંની એક વાવમાંથી મહારાજા કુમારપાલના સમયના લેખ મળ્યા છે. માંગરાળમાં જૈન કન્યાશાળા, પાઠશાળા, લાયબ્રેરી, દવાખાનુ વગેરે ચાલે છે.
પેારખંદરમાં ત્રણ મદિરા છેં. ઉપાશ્રય, પાઠશાળા છે. અહીની પાંજરાપેાળ ઘણી સારી છે. ખલેજાથી ૧૫ ગાઉ દૂર પારખઢર છે.
વદ્ માનપુરી (વઢવાણ શહેર)
આ નગરી બહુ પ્રાચીન છે. અહી' નગર ખાર ભગાવા નદીમાં શ્રી વીર પ્રભુને શૂલપાણિ યક્ષે કરેલ ઉપદ્રવનુ સ્થાપનાતી છે. નદીની વચ્ચે આ નાનો ઢેરી બહુ જ રમણીય અને શાંતિનું સ્થાન છે. ખાસ દર્શનીય છે. શહેરમાં ચાક વચ્ચે પાઁજાવસહી નામનુ' એક સુંદર ભવ્ય જિનમંદિર હતું. મુસલમાની જમાનામાં એને મસ્જીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ શહેર વચ્ચે ચેાકમાં વિદ્યમાન છે. આ વસ્તુના સૂચક એક પ્રાચીન શિલાલેખ પણ મળ્યે છે. શહેરમાં એ સુ ંદર જિનમદિરા છે. માટું મંદિર બહુ જ વિશાલ અને ભવ્ય છે. ચેાતરમ્ અનેક નાની મેટી દેરીએ છે. આ દેરીઓમાં કેટલાક પ્રાચીન શિલાલેખા તેમજ પ્રાચીન જિનમૂતિ એ છે. શહેરમાં જૈનેાની વસ્તી સારા પ્રમાણમાં છે. જૈન પાઠશાળા, જૈન લાયબ્રેરી વગેરે સારી રીતે ચાલે છે. નજીક જોરાવરનગર છે જ્યાં એક સુંદર જિનમંદિર છે. આ નગર હુમણાં જ નવું વસ્તુ છે. જોરાવર નગરની પાસે વઢવાણુ કેમ્પ છે. અહીં પણુ જૈનાની વસ્તી ઘણી સારી છે. સુંદર જિનમદિર છે. ઉપાશ્રય ઘણા જ ભવ્ય અને વિશાલ છે.
ઉપરીઆળા તીથ
અહી' લુહારની કાડમાંથી ત્રણ સુંદર શ્યામવર્ણી જિનપ્રતિમાએ નીકળી હતી. મૂર્તિઓ પ્રભાવિક અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. દર ફાગણ શુદ્ધિ આઠમે મેળા ભરાય છે. વીરમગામ શ્રી સ ંધ વ્યવસ્થા સભાળે છે. ધર્મશાળા સારી છે.
•
વીરમગામથી ખારાઘેાડા જતી ટ્રેનમાં ઝંડું સ્ટેશનથી એ માઇલ દૂર ઉપરીઆળા તી છે. શ્રાવકના ઘર બે-ત્રણ છે. આ તીર્થની સ્થાપના માટે આચાર્ય મહારાજશ્રી વિજયધર્મસૂરિમહારાજે ઘણા સારા પ્રયાસ કર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com