________________
અજા
૪ ૧૩૬ :
[ જૈન તીને ઉપર્યુકત અજયનગર અત્યારે અનીલ તરીકે પ્રસિધ્ધ છે.શ્રી પાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ વિદ્યમાન છે. આ મૂર્તિને ઈતિહાસ ઘણે જ પ્રાચીન છે. આ પ્રભાવિક પ્રતિમાજીને પૂર્વે ૭ લાખ વર્ષ સુધી ધરણે પૂજી હતી. બાદ છ સે વર્ષ કુબેરે પૂજી હતી. ત્યાંથી વરુણદેવ પાસે ગઈ. તેમણે સાત લાખ વર્ષ સુધી પૂછ. બાદ અજયપાલ રાજાના સમયમાં આ પ્રતિમાજી પ્રગટ થયા. પ્રતિમાજી મહાચમત્કારી અને પ્રભાવિક છે. દર્શન કરતાં રેગ, શેક અને ભય વિનાશ પામે છે.
જેમાં મલનાયક શ્રી અજાર પાનાથજી બિરાજમાન છે તે આખે ગભારે અને રંગમંડપનું વાતાવરણ એટલું બધું શાંત અને પવિત્ર છે કે ત્યાં જનાર મુમુક્ષુને પરમ શાંતિ અને આહુલાદ આવે છે. જાણે સાક્ષાત્ ધર્મરાજ બેઠા હોય અને મહારાજા ની સેનાને ચાલ્યા જવાને મીન આદેશ કરતા હોય એવી ભવ્ય મૂર્તિ છે. ત્યાંના અણુએ અણુમાં પવિત્રતા અને શાંતિ ભર્યો છે. આત્માને પરમ તાઝગી આપી આત્મતત્ત્વનું વીતરાગદશાનું અપૂર્વ ભાન કરાવે છે. વીતરાગતા શું વસ્તુ છે? એ વીતરાગતા કેમ પ્રાપ્ત થઈ શકે છે? એ આખી વસ્તુ ભાવને સમજવા ઈચ્છનાર મુમુક્ષુએ શાંતિથી બે ઘડી બેસી કઈક લાભ લેવા જેવો છે.
અજારા અત્યારે તદ્દન નાનું ગામડું છે. ઉનાથી એક કેશ દૂર છે. દ્વીપબંદરથી ચાર ગાઉ દૂર છે. અજારા ગામની આસપાસ ઘણી વાર જિનમૂર્તિઓ અને શાસનદેવદેવીની મૂર્તિઓ નીકળે છે. કેટલીયે ખંડિત મૂર્તિઓ આજ પણ નજરે પડે છે. ગામના પાદરમાં જ ચકેશ્વરી દેવીની મૂર્તિ, પદ્માવતી દેવીની મૂર્તિ દેખાય છે. ગામવાળા તેને પાદર. દેવી તરીકે પૂજે છે.આ ઉપરાંત અજયપાલને ચેતરે,એક તળાવ વગેરે પણ દેખાય છે.
વિ. સં. ૧૯૪૦ માં ચિતરાની આસપાસથી બાવીશ જિનભૂતિઓ અને યક્ષયક્ષિણીની મૂર્તિઓ નીકળી હતી. તેમાં સંવત્ ૧૩૨૩માં પ્રતિષ્ઠાપેલ બે કાઉસગીયાની મૂર્તિઓ પણ હતી.
અજયપાળને ચેતર ખેદતાં એક શિલાલેખ નીકળે હતું જેમાં વિ. સં. ૧૩૪૩ માં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ મળે છે, જે ભા. પ્રા. શે. ૧ નં. ૧૧૫ માં પ્રકાશિત થયેલ છે. હજી ખેદકામ થતાં વિશેષ મૂર્તિઓ મળી આવવા સંભવ છે.
અજાર પાર્શ્વનાથજીના મંદિરમાં નીચે મુજબ શિલાલેખે છે.
૧. સંવત્ ૧૬૬૭ ના વૈશાખ શુદિ ત્રીજ રહિણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાલી જીવરાજ દેશીના પુત્ર કુંઅરજી દેશીએ દીવના સંઘની સહાયતાથી શ્રી વિજયદેવસૂરિજીની વિદ્યમાનતામાં આ મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યું છે. આ ચૌદમે જીર્ણોધ્ધાર છે.
૨. વિ. સં. ૧૬૭૮ ફા. શુ. ૯ શનિવારે ઋષભજિનપાદુકાની સ્થાપના કરી છે. પ્રતિષ્ઠાયક વિજયદેવસૂરિરાજે કયાકુશલ ગણિ. આ લેખ મંદિરની જમણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com