________________
ઇતિહાસ ]
: ૧૩૭ :
દેલવાવ બાજુએ છત્રાકારે મંદિર છે, તેમજ પાસે રાયણનું વૃક્ષ છે. તે બન્નેની મધ્યમાં તૂપ છે તેની ઉપર કતરેલ છે. રતૂપના મધ્યમાં કષભદેવ ભગવાનની પાદુકા છે. પૂર્વાદ ચાર દિશામાં આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિની પાદુકા છે. વિદિશામાં મેહનામુનિ, તત્ત્વકુશલ, ઋષિ વીરજી અને ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકાઓ છે. - ૩. ચિંતામણિ પાર્શ્વનાથના બિંબ ઉપર સંવત ૧૩૪૩ ના મહા વદિ ૨ ને શનિવારના રોજ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે.
૪. બે કાઉસ્સગ્ગીયાના બિંબ ઉપર સં. ૧૩૨૩ ના જેઠ શુદિ ૮ ગુરુવારે ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે.
૫. ૩૫ રતલના ભારવાળે ઘંટ છે. તેમાં “ શ્રી અજારા પાર્શ્વનાથજી સં. ૧૦૧૪ શા રાયચંદ જેચંદ ” એવા અક્ષરે કતરેલા છે.
આ સિવાય ૧૩૪૬ અને ૧૬૭૭ ના લેખો પણ મળે છે, જેમાં ખાસ કરીને જુદા જુદા સમયના જીર્ણોધ્ધારોને ઉલ્લેખ છે. વધુ માટે જુઓ ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ભા. ૧, પરિશિષ્ટ લેખ નં. ૧૧૧-૧૧૪ અને ૧૧૨. એક બીજા ઘંટ ઉપર ૧૬૬૨ ને લેખ છે જે અજયનગરની પ્રાચીનતાનાં સૂચક છે; તેમજ અજયરાજનો ચેત, દોઢસે જેટલી પુરાણું વાવ, ચિત્રવિચિત્ર ઔષધિસંપન્ન અજય વૃક્ષો, સુંદર ભવ્ય પ્રાચીન મૂર્તિઓ ભાવિકોને ખૂબ જ આકર્ષે છે. સ્થાન પરમ દર્શનીય છે.
અત્યાર સુધીમાં આ તીર્થના ચૌદ જીર્ણોદ્ધાર થઈ ગયા છે જેના લેખ ઉપલબ્ધ નથી, કિન્તુ ૧૬૭૭માં થયેલા જીર્ણોદ્ધારને લેખ છે જે ખાસ મહત્ત્વનું છે, જેમાં ચૌદમા ઉધ્ધારને પણ ઉલ્લેખ છે.
અજારા ગામની નજીકમાં ખેતરમાંથી કાઉસગીયા, પરિકર, યક્ષયણ અને નવગ્રહ સહિત શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની મૂર્તિ નીકળેલ છે તે મંદિરજીમાં પધરાવેલ છે, જેમાં આ સૂતિ ૧૩૪૩માં પ્રતિષ્ઠિત થયેલ છે તે ઉલ્લેખ છે.
અજારામાં પહેલાં ઘણાં મંદિરે હશે, એમ નીકળેલી મૂર્તિઓ ઉપરથી સિધ્ધ થાય છે. શ્રાવકોની વસ્તી પણ ઘણી હશે એમ જણાય છે. અત્યારે શ્રાવકનું એક પણ ઘર અહીં નથી.
અજાર ગામ બહાર એક જાતની વનસ્પતિના ઝાડ છે જે અનેક રોગોની શાન્તિ માટે કામ લાગે છે. અન્તમાં આ તીર્થસ્થાન પરમશાંતિનું ધામ છે. ખાસ યાત્રા કરવા લાયક છે.
દેલવાડા અજારાથી માઈલ દેઢ માઈલ દૂર આ ગામ છે. અહીં કપાળેની વસ્તી ઘણી છે. આ કપલ ભાઈઓ બસો અઢીસો વર્ષ પહેલાં જેન હતા. અત્યારે વૈષ્ણવ ધર્મ
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com