________________
ઇતિહાસ ] : ૧૩૫ :
અજરા ઉપર્યુક્ત શિલાલેખ ત્રણ ફુટ લાંબા અને સવા પુટ પહેળા પથ્થરમાં છે.
આવી જ રીતે બીજી દેરીઓમાં પણ મહત્વપૂર્ણ શિલાલેખ છે પણ સ્થાનાભાવથી બધા શિલાલેખો નથી આપી શકયા. દાદાવાડીમાં બીજી દેરીઓ સિવાય અનેક જાતનાં સુંદર વૃક્ષો, જેવાં કે આંબા, આંબલી, નાળીએરી, બોરસલી આદિ છે. આ વિશાલ ઉદ્યાન જોવા લાયક છે.
આવી રીતે ઉના એક પ્રાચીન ગુતીર્થ તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વની એની જે જાહેરજલાલી હતી, જૈન સંઘની જે વિશાલ વસ્તી હતી તે વગેરે અત્યારે નથી. ચેડાં શ્રાવકનાં ઘર છે પણ તે ભાવિક અને શ્રધ્ધાળુ છે. અહીંના ગુરુમંદિરે, આ દેરીઓ આદિ જોતાં અને તે વખતના ઉન્નતપુરનું હીરસૌભાગ્ય કાવ્ય આદિમાં વર્ણન વાંચતા રોમાંચ ખડા થાય છે. ખરેખર કાલની ગતિ વિચિત્ર છે. ઉનાથી અજારા એક કેશ દૂર છે.
અજારા પાર્શ્વનાથજી અધ્યા નગરીમાં રામચંદ્રજીના પૂર્વજ સૂર્યવંશી રાજા રઘુ બહુ જ પ્રસિદ્ધ થઈ ગયા છે. તે રઘુ રાજાના પુત્ર અનરણ્ય-અજયપાલ થયા. તેમણે પોતાની રાજધાની સાકેતપુર નગરમાં સ્થાપી. તેઓએ પિતાના અજિત બલથી અનેક શત્રુ રાજાએને જીત્યા હતા. બાદ ઘણા સમય પછી તેમને ભયંકર રોગોએ ઘેરી લીધા. કઢ જે રોગ પણ શરીરમાં વ્યાપે.અજ્યપાલે રાજ છેડી સિધ્ધગિરિની યાત્રાથે પ્રયાણ કર્યું. ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં દ્વીપપત્તન(દીવબંદર)માં આવી નિવાસ કર્યો.
આ અરસામાં રત્નસાર નામને વ્યવહારી અનેક વહાણે લઈ સમુદ્રમા વ્યાપાર ખેડી રહ્યો હતો. દ્વીપબંદરની નજીકમાં જ તેના વહાણને ભયંકર ઉપદ્રવ થયે અને વહાણ ડુબવાની અણી પર આવ્યું. રત્નસારે વિચાર્યું કે-મારા દેખતાં વહાશેની આ સ્થિતિ થાય તે ઠીક નહિ માટે હું વહાણમાંથી સમુદ્રમાં જ કુદી પડી જીવનને અંત લાવું. જે તે સમુદ્રમાં પડવા તૈયાર થયે કે તરત જ ત્યાંની અધિષ્ઠાયિક દેવીએ કહ્યું કે હે વીર! ધીરજ રાખ.આ ઉપદ્રવ મેં જ કર્યો છે. અહી નીચે કહપવૃક્ષના પાટિયાના સંપુટમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની અપૂર્વ પ્રતિમા છે. તેને બહાર કાઢી દ્વીપ બંદર. માં રહેલા રાજા અજયપાલને તે પ્રતિમા આપ જેથી તેના સર્વ રેગે દૂર થઈ જાય. રત્નસારે આ વાત સ્વીકારી અને નાવિકને જલમાં ઉતાર્યા. તેઓ સંપુટ લાવ્યા. શેઠે રાજાને ખબર આપ્યા. રાજા કિનારે આવ્યે શેઠે તેને પ્રતિમાજી આપ્યા. રાજા દર્શન કરી અતીવ પ્રસન્ન થયા. પ્રભુના અભિષેક જળથી રાજાના રોગ નાશ પામી ગયા. છ મહિનામાં તે તેના શરીરમાંથી ૧૦૭ રોગ નાશ પામી ગયા. શરીર નિરોગી થયા પછી તેણે ત્યાં સુંદર જિનમંદિર બંધાવ્યું તેમજ પોતાના નામથી અજયનગર વસાવ્યું. આ મંદિરના રક્ષણ અને વ્યવસ્થા માટે તેણે દશ ગામ ભેટ આપ્યાં.
તેને માટે પુત્ર અનંતરથ થયો અને તેમના જ પુત્ર દશરથ રાજા થયા કે જેઓ રામચંદ્રજીના પિતા તરીકે મશહુર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com