________________
ઉના
: १३४ :
[ तार्थाना છે. શ્રી હીરસૂરિજી મહારાજ, શ્રી વિજયસેનસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની પ્રાચીન દેરીમાં જીર્ણોધ્ધાર કરાવી તેમની મૂર્તિઓ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૯૭૧માં બિરાજમાન કરવામાં આવી છે.
ગામથી -માઈલ દૂર દાદાવાડી છે, જ્યાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે ત્યાં સૂરિજી મહારાજની તથા તેમના પછી થયેલા બીજા આચાર્યોની દેરીઓ છે. કુલ બાર દેરીઓ છે.
શ્રી હીરવિજયસૂરિજી મહારાજની દેરીમાં નીચે મુજબ લેખ છે.
"श्रीसंवत् १६५२ वर्षे कार्तिकशुदि ५ बुधे तेषां जगद्गुरूणां संवेगवैराग्यसौभाग्यादिगुणश्रवणात चमत्कृतैर्महाराजाधिराज-पातशाहि-श्रीअकब्बराभिधामिगुर्जरदेशात दिल्लीमण्डले सबहुमानमाकार्य धर्मोपदेशाकर्णनपूर्वक-पुस्तककोषसमर्पण--डाबराभिधानमहासरोवर-मत्स्यवधनिवारण-प्रतिवर्षपाण्मासिकाऽमारिप्रवर्तनपूर्वक-श्रीशत्रुजयतीर्थमुण्डकाभिधानकरनिवर्तन--जीजिआभिधानकरनिजसकलदेशदाणभृतस्वमोचन-सदैव बंदीकरणनिवारणं चेत्यादि धर्मकृत्यानि सकललोकप्रतीतानि कृतानि । प्रवर्तनेनैषां श्रीशत्रुजये सकलसंघयुतकृतयात्राणां भाद्रशुक्लैकादशीदिने जातनिर्वाणे चाग्निसंस्कारस्थानासनकलितसहकाराणां श्रीहीरविजयसूरीश्वराणां प्रतिदिनदिव्यनादश्रवण-दीपदर्शनादिकानेकप्रभावाः स्तूपसहिताः पादुकाः कारिताः पं. मेघेन । भार्यालाडकप्रमुखकुटुंबयुतेन । प्रतिष्ठिताश्च तपागच्छाधिराजैः भट्टारकश्रीविजयसेनसूरिभिः। उपा० श्रीविमलहर्षगणि उपा. श्रीकल्याणविजयगणि-उपा. श्री सोमविजयगणिभिः प्रणता(भिः) भव्यजनैः पूज्यमानाश्चिरं नंदतु । लिखिता प्रशस्तिः पद्मानंदगणिना श्रीउन्नतनगरे । शुभं भवतु ।
* શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પ્રાચીન મૂર્તિઓ મહુવા, જેસલમેર, પાટણ, ખંભાત, આગરા વગેરે સ્થાનમાં છે. મહુવાની મૂર્તિની નીચે નીમ્ન લેખ છે.
" संवत १६५३ पातसाहि श्रीअकब्बरप्रवर्तित सं १ वर्षे फा. सुदि ८ दिने श्री स्तम्भतीर्थवास्तव्य श्रावक पउमाभार्या पांचीनाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता तपागच्छे श्रीविजयसनर
જેસલમેરમાં સં. ૧૬૫૯ માં શ્રી આણંદવિમલસૂરિ ( વાનરગણિ ) શિષ્ય આનંદવિજયે જેસલમેરમાં તપગચ્છનો જ્ઞાનકોષ સ્થાપ્યો તેમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ બેસાડી હતી તે હજુ ત્યાં છે.
जैन धर्म प्रश, पृ. ५५, मा. ७, पृ. २७० પાટણમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરમાં છે. આગરામાં ચિન્તામણિ પાર્શ્વનાથજી મંદિરમાં પણ સુંદર મૂર્તિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com