SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૪ ૧૩૫ ગિરનાર વિ. સં. ૧૮૯૪માં કારખાના તરફથી રાજુલની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૫માં સંપ્રતિરાજનું દેરાસર રીપેર થયું. વિ. સં. ૧૮૯૯માં કેશવજી નાયકે રીપેર કામ કરાવ્યું. ગિરનાર ઉપર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ભગીરથ પ્રયત્ન કરી ભવેતાંબર જૈન સંઘની મદદથી જીર્ણોધ્ધાર કરાવ્યો હતે. આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. શ્રી શત્રુંજયના પાંચમા શિખરરૂપ આ સ્થાન છે. પર્વતની ધાર ઠેઠ શત્રુજય ગિરિની ધાર સુધી મળતી જ હતી. શત્રુંજયના ઉધ્ધારની સાથે પ્રાયઃ ગિરનાર ઉપર પણ ઉધ્ધાર થતા હતા. પ્રસિદ્ધ દાનવીર અને શ્રી ધર્મઘોષસૂરિજીના પરમ ભક્ત શ્રાવક પેથડશાહે અહીં મંદિર બંધાવ્યું હતું. જુઓ “શિarગગન: શ્રી નયનતાયિતે” ગિરનાર ઉપર અનંતા તીર્થકર આવ્યા છે અને આવશે. કેટલાયે સાધુમહાત્માઓ અહીં મુક્તિ પધાર્યા છે. આ ચાલુ વીશીમાં ફક્ત એક શ્રી નેમિનાથ જ અત્રે મોક્ષે સીધાવ્યા છે, પણ અનાગત વીશીના ત્રેવીસ તીર્થંકર અત્રે મુક્તિપદ પામશે. સિવાય બીજું પણ ઘણું જાણવા અને જોવા જેવું છે. જિજ્ઞાસુએ ગિરનાર માહાસ્ય નામના પુસ્તકમાંથી વાંચી લેવું. આ સિવાય પ્રેમચંદજી યતિની ગુફ, કપૂરચંદ્રજીની ગુફા વગેરે કે જેને શેઠ દેવચંદ લક્ષમીચદે જીર્ણોદ્ધાર કરાવ્યું છે તે સ્થાને જોવા યોગ્ય છે. પ્રેમચંદજીની ગુફાથી બારોબાર પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. અત્યારે આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. તેમના તરફથી શેઠ દેવચંદ લખમીચંદની પેઢી કામ કરે છે. શેઠ દેવચંદભાઈ વડનગરના પોરવાડ જેન હતા. તેઓ તેમની બહેન લક્ષમીબાઈ સાથે સો વર્ષ પહેલાં ગિરનાર આવીને રહ્યા અને પિતાનું ધન આ તીર્થમાં ખર્યું. સંઘની રજાથી પોતાના નામની પેઢી સ્થાપી તે દેવચંદ લખમીચંદની પેઢી (કારખાના) તરીકે અદ્યાવધિ પ્રસિધ્ધ છે. આ શેઠે ગિરનાર ઉપર ઘણું કામ કર્યું છે. તેમની પહેલાં શેઠ જગમાલ ગોરધન તથા શેઠ રવજીભાઈ ઈદરજી (બને પરવાડ જેન હતા ) ગિરનારજીની દેખરેખ-વ્યવસ્થા રાખતા. હાલમાં તે બધી વ્યવસ્થા સારી છે. શ્રી ગિરનારજી ઉપર ચઢવાના રસ્તાનું સમારકામ તથા પગથિયાં વિગેરે બહુ જ પરિશ્રમપૂર્વક જુનાગઢનિવાસી હવે જે . ત્રિવનદાસે કરાવેલ છે આજે બહુ જ ઉપયોગમાં આવે છે. જુનાગઢથી અજારાની પંચતીર્થીએ જવાય છે. અજારાની પંચતીથી આ પંચતીર્થીમાં ઉના, અજા રા, દેલવાડા, દીવ અને કોડીનાર એ પાંચ સ્થાને ગણાય છે. આમાં અજારા એક ઘણું જ પ્રાચીન તીર્થ છે અને કેડીનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy