________________
ગિરનાર
: ૧૩૦ :
[ જૈન તીર્થોને જેમાં સંવત ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટ્રકના અનિકોણમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેરબાગ છે. નૈત્રાત્ય કોણમાં ગમ્બરને ડુંગર છે. વાયવ્ય કોણમાં ભેરવકંપ છે. ઈશાન કોણમાં રામચાલી છે. ત્યાં શિલેદક પાને ઝરે છે. શ્રી નેમિનાથજીના પ્રથમ ગણધર વરદત્ત અહીં મેલે પધાર્યા હતા. વરદત્તનું ટૂંકું નામ દત્ત થઈ દત્તાત્રયી થયું કે જેના નામથી અજેનો પણ આ સ્થાનને અતીવ પૂજનીય માને છે. કેટલાક એમ કહે છે કે શ્રી-નેમિનાથજી ભગવાન અહીં મેક્ષે પધાર્યા હતા.
પાંચમી ટૂક પછી છઠ્ઠી ટૂક રેણુકા શિખરની છે અને સાતમી ટૂક કાલિકા ટૂંક કહેવાય છે. આગળ રસ્તો કઠણ છે. અહીં વનસ્પતિઓ ઘણું થાય છે. વાઘેશ્વરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય મુખ્ય સ્થાનેનું અંતર આ પ્રમાણે છે-વાઘેશ્વરી માતા ૧૨૦૮ પુટ, અશેકને લેખ ૨૭૩૩, દામંદિર કુંડ ૫૦૩૩, ભવેશ્વર ૧૧૧૩૩, ચડાની વાવ ૧૨૦૪૩ (૨ માઈલ), માળી પરબ ૧૯૦૨૮, નેમિનાથને કોટ ૨૨૦૪૩, અંબાજી ૨૪૨૪૩, ઓઘડ શિખર ૨૫૫૯૩, પાંચમી ટૂક ર૭૫૦૩ (૫ માઈલ), રામાનંદીનાં પગલાં ૨૪૧૪૩, પથરચટી ૨૪ર૬૮, સેસાવન ર૬૧૪૩ (૫ માઈલ), હનુમાનધાર ૨૭૭૪૩ ફૂટ છે. ઉપર વિ. સં. ૧૮૩૮ માં વેતાંબર જૈન કારખાના તરફથી સમારકામ થયું હતું
સહસાવને ગૌમુખી મૂકીને ડાબે રસતે સપાટ રસ્તે નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મૂકીને પ્રથમ રામાનંદીની જગ્યા આવે છે. ત્યાં પગલાં તથા ઘંટ છે. ત્યાં નજીકમાં ભૈરવ નૃપ છે. તેની ડાબી તરફ સેવાદાસની ગુફા ને કુંડ છે. તેની ડાબી બાજુ પથ્થરચટી તથા તેને કુંડ છે. ત્યાં યાત્રીઓને ખીચડી અપાય છે. ત્યાં જમણું બાજુએ નીચાણમાં રસ્તે બાંધેલો છે તે સહસાવન (સહસ્ત્રાપ્રવન ) જાય છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા અને દેરી છે. અહીં શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા થયેલી. સહસાવનથી એક માઈલ દૂર જઈએ ત્યારે ભરત વન તથા હનુમાનધારા આવે છે. સહસાવનથી નીચે ઉતરીને તલાટી તરફ જવાની પગદંડી (કેડી) છે. કેટલાક જાણવાજોગ સંવતે આ પ્રમાણે છે.
* વિ. સં. ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાળા શેઠ સતકરામ જેચંદ સહે સાવનમાં જૂનાં પગથિયાં ઠીક કરાવ્યાં.
વિ. સં. ૧૮૯૪માં રાજુલની ગુફા જૈન કારખાનાએ સમરાવી. વિ. સં. ૧૮૬માં હાથી પગલાંને કંડ જેના કારખાનાએ સમરાવ્યો. વિ. સં. ૧૯૩૩માં સહસાવનમાં ધર્મશાળા બંધાઈ. વિ. સં. ૧૯૦માં કારખાના તરફથી હનુમાનને એટલે બધા. વિ. સં. ૧૯૨૧માં કારખાના તરફથી પ્રેમચંદજીની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૮માં કારખાના તરફથી છેડીયા દેરી સમારાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com