________________
ગિરનાર
: ૧૨૮ :
[ જૈન તીર્થોને બે બીજી મૂર્તિઓ જિનપ્રતિમાઓ છે. આ મંદિરની પાસે નીચાણુમાં રામતીની ગુફા છે. ગુફામાં શ્રી રાજીમતીની ઊભી મોટી મૂર્તિ છે તથા પડખે શ્રી નેમિનાથપ્રભુની નાની મૂર્તિ છે. જોરાવરમલજીના દેરાસરજી પાસે જમણી તરફ દિગંબરનું નાનું મંદિર છે. આ મંદિરની જમીન વેતાંબરોએ વિ. સં. ૧૯૧૩ દિગંબરને આપી. સં. ૧૯૧૩ના વૈશાખ શુ. ૪ના અમદાવાદના શેઠ લલ્લુભાઈ પાનાચંદે દિગંબરોને દે બાંધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લખમીચંદને લખ્યું હતું. (જુઓ ગિરનાર મહાઓ.) તેમજ ગિરનાર ઉપર જ્યારે જ્યારે રાજાઓ તરફથી વિધ્ય ઉપસ્થિત થયું છે ત્યારે પણ શ્વેતાંબર આચાચાએ જ પ્રયત્ન કરી તીર્થ સુરક્ષિત રાખ્યું છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ સૌરાષ્ટ્રના રાજા ખેંગારને પ્રતિબધી ગિરનાર તીર્થના વિઘભૂત થયેલ માર્ગને વહેતે-ખૂલે કર્યો હતે. (જુઓ રાજશેખરસૂરિકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિની પ્રશરિત રચના વિ. સં.૧૩૮૭) વિ. સં. ૧૯૨૪માં દિગંબર મદિર પહેલવહેલુઝ ગિરનાર ઉપર બન્યું.
જોરાવરમલજીનું મંદિર મકી આગળ જતાં ચામુખનું (ચોરીવાળું) જિનમંદિર આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૧૧ શ્રી જિનહર્ષસૂરિએ કરેલી છે. આ મદિર શામળા પાર્શ્વનાથનું પણ કહેવાય છે. મુખજીની ચેરીના થાંભલામાં જિનપ્રતિમાઓ કેરેલી છે. ત્યાંથી થોડે દૂર જતાં ગોમુખી ગંગા આવે છે. તેની પાસે એવીશ તીર્થકરનાં પગલાં છે. ત્યાંથી જમણી બાજુએ ચઢતાં રહનેમિનું મંદિર આવે છે.
અંબાજીની ટ્રક રહનમિજીનાં મંદિરથી અંબાજીની ટ્રેક ઉપર જવાનો રસ્તે નીકળે છે.સાચા કાકાની
* ગિરનાર ઉપર દિગંબરોનું સ્વતંત્ર મંદિર ન હતું. શ્વેતાંબર મંદિરમાં જ તેઓ દર્શનાદિ કરી જતા. સુપ્રસિદ્ધ શ્વેતાંબરી જૈનાચાર્ય બપભટ્ટસૂરિજી કે જેમણે વાલીયરનરેશ આમ રાજાને પ્રતિબધી જૈનધર્મને ઉપાસક બનાવેલ હતો, તે સૂરિજીના ઉપદેશથી રાજ મોટો સંઘ લઈ, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ વખતે દિગંબર આચાર્યો પણ દિગંબર જૈનો સાથે ત્યાં આવેલા. બન્ને પક્ષો વચ્ચે વિવાદ થયો કે તીર્થ કાનું? આખરે શ્રી બપભદસૂરિજીએ કહ્યું કે-કુમારી કન્યા એક ચીઠ્ઠી ઉપાડે અને જે ગાથા બોલે તેમનું આ તીર્થ. કન્યાના મુખથી “દ્રિતનદિર રિલાનાળ રિદિયા ગલ્લાતં ઘwવર્દિ અટ્ટિનેમિ નમંા” સિદ્ધાણું બુહાણુને ઉપરને પાઠ નીકળ્યો. તીર્થ કવેતાંબરી સિદ્ધ થયું. આ પ્રસંગ વિ. સં. ૮૯૦ લગભગ બન્યો છે. બાદ તીર્થને ઉદાર પણ સજજનમંત્રી મહારાજા કુમારપાલ ઇત્યાદિ શ્વેતાંબરએ જ કરાવેલ છે. તથા ટ્રકે પણ વેતાંબરએ જ બંધાવેલ છે. ગિરનારની પાજ-પગથિયાં વગેરે આબડ મંત્રીએ જ બંધાવેલ. અર્થાત વીસમી સદી સુધી વેતાંબરોનું જ આ તીર્થ 1. બાદ સં. ૧૯૧૩ પછી વેતાંબરોએ ભ્રાતૃભાવથી પ્રેરાઇ દિગંબરોને મંદિર બાંધવા જમીન માપી. મેટાભાઈ અને શ્રેતાંબર જૈનોના દાયથી દિગંબર મંદિર બની શકયું. આવું જ થીસિધાચલજી ઉપર પણ બન્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com