________________
ઇતિહાસ ] : ૧૭ :
ગિરનાર ઈંચ ઊંચા છે. બીજા બે તેર તેર ઈચના કાઉસગ્ગીયા છે. આ સિવાય રંગમંડપ તથા ગભારામાં ૩૫ જિનપ્રતિમાઓ છે. રંગમંડપમાં શ્રી વિમલનાથ ભગવાનની ૪૮ ઈંચ મૂત્તિ છે, તેમાં નીચે ૧૫૦૯ મહા સુદ ૨ શુક્ર અને પ્રતિષ્ઠાપક બૃહત્તપાગચ્છનાં શ્રી રતનસિંહસૂરિ છે. સં. ૧૯૨ ના જીર્ણોધ્ધારસમયે આ ટ્રકના ચેકમાંથી ઘણી પ્રતિમાઓ નીકળી હતી. તેમાંથી નીકળેલું એક પ્રાચીન પરિકર કે જે કલાના આદર્શરૂપ છે તેમાં લેખ છે કે-વિ. સં. ૧૫૨૩ વર્ષે વૈશાખ શુદિ ૧૨ ગુરુ, બહત્તપાપક્ષે ભટ્ટારક ઉદયવલ્લભસૂરિજીના ઉપદેશથી શ્રી સંઘે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસૂરિજીએ કરેલ છે. આ સિવાય આ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના તથા ૧૪૬૧ ના લેખે છે.
કોટનાં બીજાં દેવાલયા સંપ્રતિરાજાની ટ્રકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથજીનું ચૌમુખ મંદિર આવે છે. તેની સામે સગરામ સોનીની ટ્રકનું પૂર્વ દ્વાર છે. કેટલીક નિશાનીઓ જોતાં પ્રાચીન સમયમાં તે એક મેટું મંદિર હશે એમ લાગે છે.
તેની ડાબી તરફના રસ્તે ભીમકુંડ જવાય છે. આવી જ રીતે સગરામ સેનાની અને કુમારપાળની ટ્રક વચ્ચે ગરનાળામાં થઈ ચંદ્રપ્રભુજીના મંદિરમાં જવાય છે. વચમાં એવી નિશાની છે કે પૂર્વે અહીં પણ મંદિર હશે. ચંદ્રપ્રભુજીની પ્રતિમા ઉપર વિ. સં. ૧૭૦૧ ને લેખ છે. તેની સામે શાસનદેવીની એક મૂર્તિ છે તેમાં સં. ૧૩૧૮ ને લેખ છે. ત્યાંથી આગળ હાથી પગલાં આગળ કુંડ આવે છે. ત્યાં રસ્તામાં એક મેટે લેખ છે. આ લેખ છે તે ખંડિત પરન્તુ તેમાં મહત્ત્વનો ઈતિહાસ છે. સિદ્ધરાજના મંત્રી શ્રીમાલજ્ઞાતીય ઉદાયનની વંશાવલી તેમાં વેચાય છે. (વિશેષ માટે જુઓ પ્રાચીન લેખસંગ્રહ ભા. ૨, પૃ. ૯૪ ૯૫,ગિરનાર પર્વત પરના લેખનું અવલોકન ) હાથી પગલાંને કુંડ વગેરે દેવચંદ લખમીચંદની સમરાવેલ છે.
નવા કુડની દક્ષિણે વીશ તીર્થકરોની ચિવોશ દેરીઓ હંસરાજ જુઠા બખા. ઈએ શરૂ કરાવેલી પણ કાર્ય અધૂરું જ રહ્યું છે.
કેટની બહારનાં મંદિરે. સંપ્રતિ મહારાજાની ટ્રક તથા વસ્તુપાલ તેજપાલની ટ્રક વચ્ચેના રસ્તે આગળ જતાં કેટને બીજે દરવાજો આવે છે. તે દરવાજા બહાર સામે જ પથ્થર ઉપર ૩૧૦૦ ફુટ લેવલ લખેલું છે. ત્યાંથી થડે ઊંચે ચઢીએ એટલે ૪૦૦૦ પગથિયાં થાય છે. તે દરવાજો પસાર કરીએ એટલે શ્રી નેમિનાથ ભગવાનના મંદિરના કિલ્લાની વિશાલ દિવાલ દેખાય છે. ત્યાંથી ડાબી તરફ શ્રી શાન્તિનાથજીનું મંદિર આવે છે. તેમાં નવપ્રતિમાઓ છે. આ મંદિર માંગળાવાળા ધરમશી હેમચંદે મુંબઈ ગેડીજી મહારાજના ભંડારની મદદથી વિ. સં. ૧૯૩૨માં સમરાવ્યું હતું. પગથિયાંની ડાબી બાજુએ જોરાવરઅલનું મંદિર આવે છે. તેમાં મૃલનાયક શ્રી શાતિનાથ ભગવાન છે. આસપાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com