________________
ગિરનાર
: ૧૨} :
[ જૈન તીર્થાતા
આ ટૂંકમાં રંગમંડપના ખભા ઉપર એ લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથજી અને વસ્તુપાલનું નામ છે.
ડાબી બાજુના મંદિરજીમાં સમવસરણના ચામુખની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે તેમાં સવત્ ૧૫૫૬ ના લેખ છે. ચેાથી પ્રતિમા શ્રી ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ના લેખ છે. જમણી બાજુના મંદિરજીમાં ચેમુખજી છે તેમાં ૧૫૪૬ ના લેખા છે. આ મંદિરની પાછળ તેજપાલની માતાનુ દેરું' છે. આ સિવાય આ ટૂંકમાં એક લેખ ૧૩૦૫ ના વૈશાખ શુદ્ધિ ૩શનૌ છે અને પ્રતિષ્ઠાપક બૃહદ્ગીય શ્રી પ્રદ્યુમ્નસૂરિ પરિવારના શ્રી જયાનંદસૂરિ છે.
આ ટ્રૅક ખાસ દર્શનીય છે.
સ'પ્રતિરાજાની ટ્રક
મહારાજા સ'પ્રતિએ આ સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારી ભારતમાં જૈન ધર્માંના પ્રચાર કર્યા હતા. સવા લાખ નૂતન જિનાલય બંધાવ્યાં હતાં. તે મહારાજાએ ગિરનાર ઉપર પણ સુંદર જિનમંદિર બંધાવ્યુ હતુ. મંદિર પ્રાચીન અને શવ્ય છે. કારણી પણ સારી છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. મંડપમાં શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા છે. એક કાઉસ્સગ્ગીયા ૫૪ નીચે ઉત્તમ ગઢ, મઠ, પરબ, મંદિર, બગીચા આદિથી મનેહર તેજલપુર વસાવ્યું. ત્યાં પોતાના પિતાના નામથી આશારાજવહાર નામનુ પાર્શ્વનાથ ભગવાનનુ સુંદર મંદિર બંધાવ્યું. માતા કુમારદેવીના નામથી કુમર સાવર બધાવ્યુ, તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેનપુર છે જેમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આના ત્રણ નામ છે ઉગ્રસેનગઢ, ખેગારગઢ અને જીણુ દુ.
વસ્તુપાલ મંત્રીએ ગિરનાર પર્વત પર શત્રુંજયાવતાર મ`દિર, અષ્ટાપદાવતાર, સમ્મેતાવતાર, ક િયક્ષ અને માદેવાનાં મંદિર બનાવ્યાં. તેજપાલ મ`ત્રીએ ત્રણુ કલ્યાણુકનાં ચૈત્ય કરાવ્યાં ( નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક અહીં થયાં છે તેનાં ). દેપાલ મ’ત્રીએ મિડપના ઉદ્ઘાર કરાયેા. ગજપદકુંડ-હાથીકુંડ કરાવ્યા. જ્યાં ન્હાઈને યાત્રીઓ યાત્રા કરવા જાય છે. છત્રશિલા નીચે સહસ્રામ્રવન (સહસાવન) છે, જ્યાં શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા, કૈવલ અને નિર્વાણુ કલ્યાણુક થયાં છે. ગિરિશિખરે ચઢતાં અંબાદેવીના મંદિરનાં દર્શન થાય છે.ત્યારપછી અવક્ષેાકન શિખર આવે છે,જ્યાં રહીને દશે દિશામાં શ્રીનેમિનાથ ભગવાન દેખાય છે. ત્યાં પ્રથમ શિખરમાં શાંખકુમાર અને બીજા શિખરમાં શ્રી પ્રદ્યુમ્નકુમારનાં ચૈયેા છે. આ પર્વતમાં સ્થાન સ્થાન પર જિનમંદિરમાં રત્ન અને સુવણૅ ભય બિબ નિરંતર પૂજાય છે. અહીંની પૃથ્વી સુવણ્મયી અને અનેક ધાતુએના ભેદવાળી દેખાય છે. વિવિધ પ્રકારની ઔષધિઓ રાત્રે પણ ચળકે છે. વિવિધ પ્રકારનાં વૃક્ષા અને લે। સ્થાન સ્થાન પર દેખાય ઝંકારશખ્સ કરતાં વિવિધ પ્રકારનાં ઝરણાં વહે છે. —વિવિધ તી કલ્પ, પૃષ્ઠ ૯–૧૦
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com