SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ગઃ ૧૨૫ : ગિરનાર પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. આ લેખમાં વસ્તુપાલને કર્ણ અને બલિ જે દાનેશ્વરી અને તેજપાલને ચિંતામણિ જે વર્ણવ્યો છે. બીજે લેખ ૧૨૮ છે તેમાં પણ ઉપર્યુક્ત હકીકતને મળતી વીગત છે. મધ્ય મંદિરના મંડપમાં સામસામે બે મોટા ગોખલા છે. તેમાં વસ્તુપાલ અને તેમની અને પત્ની લલિતાદેવી તથા સાબુની મૂર્તિઓ છે એમ જણાવ્યું છે. હાલમાં આ મૂતિઓ નથી. વસ્તુપાલે ગિરનાર ઉપર કરેલાં ધાર્મિક કાર્યોની નેંધ “વિવિધતીર્થકલ્પ'માં “રેવતગિરિકલ્પમાં ” સંક્ષેપમાં તથા પં. જિનહર્ષગણિકૃત વસ્તુપાલચરિત્રમાં છઠ્ઠા પ્રસ્તાવમાં બ્લેક ૬૯૧ થી ૭ર૯ માં વિસ્તારથી આપેલ છે. * “ વિવિધ તીર્થકલ્પ'માં આ ક૫ ગિરનાર તીર્થનું માહાત્મ અને ઇતિહાસ સૂચવે છે. હું ચોથા કલ્પમાંથી જરૂરી ભાગ અહીં ઉધૃત કરું છું. સૌરાષ્ટ્રની પશ્ચિમ દિશાએ ગિરનાર પહાડ ઉપર ઊંચા શિખરવાળું શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પહેલાં લેખમયી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા હતી. એક વખત ઉત્તરદિશાના ભૂષણરૂપ કાશ્મીર દેશથી અજત અને રતન નામના બન્ને ભાઈઓ સંઘપતિ બની (સંધ લઈને ) ગિરનાર આવ્યા. તેમણે રસવૃત્તિથી (ઉતાવળથી) ઘણા ( પંચામૃત ) હવણથી અભિષેક કર્યો જેથી લેપમયી પ્રતિમા ના ગઈ. રતનને અતિશય શોક થયો અને તે જ વખતથી તેણે આહારનો ત્યાગ કર્યો-ઉપવાસ આદર્યા. એકવીશ ઉપવાસ પછી ભગવતી અંબિકા સ્વયં ઉપસ્થિત થઈ. દેવીએ સંઘપતિને ઉઠાડ્યો. તેણે દેવીને જોઈને જય જય શબ્દ કર્યો. પછી દેવીએ તેને સુંદર રત્નમય જિનબિંબ આપ્યું અને સાથોસાથ કહ્યું કે–પાછું વાળીને ન જોઇશ. અનુક્રમે તે બિંબ પ્રથમના મંદિરના દરવાજે આવ્યું અને સંઘપતિએ પાછું વળીને જોયું જેથી પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી રતનાશાએ નવીન જિનમંદિર બનાવ્યું અને પ્રભુજીને વૈશાખ શુદિ પૂર્ણિમાએ પશ્ચિમાભિમુખ બિરાજમાન કર્યા બાદ ખૂબ હવણ આદિ કરી બન્ને ભાઈએ પોતાના દેશમાં આવ્યા. બાદ કલિકાલમાં મનુષ્યનાં મન કલુષિત વૃત્તિવાળાં જાણું દેવીએ પ્રતિમાજીના તેજને ઢાંકી દીધું. પહેલાં ગુજરાતમાં જયસિંહદવે (સિદ્ધરાજ જયસિંહે ખેંગારને હણીને સજનને દંડાધિપ (સૌરાષ્ટ્રનો દંડનાયક) નીખ્યો. તેણે વિ. સં. ૧૧૮૫માં શ્રી નેમિનાથ ભગવાનનું નવું સુંદર મંદિર બંધાવ્યું. બાદ માલવિદેશના મંડનરૂપ સાધુ બાવડે-ભાવડશાહે સોનાને આમલસારો કરાવ્યો. ચૌલુક્ય ચક્રવર્તી રાજા કુમારપાલે સૌરાષ્ટ્રના દંડાધિપતિપણે શ્રીશ્રીમાલ કુલમાં ઉત્પન્ન થયેલ (આંબડ)ને સ્થાપ્યો. તેણે ગિરનાર ઉપર વિ. સં. ૧૧૨૦માં પાજ-પગથિયાં બંધાવ્યાં. ત્યાં એક સુંદર પરબ બનાવી. તેમજ ત્યાં પાળ ચડતાં જમણી બાજુ લખા આરામ (લાખ બગીચો દેખાય છે તે) બંધાવ્યું. અણહિલપુર પાટણમાં પોરવાલ કુલના મંડનરૂપ આશારાજ અને કુમારદેવીના પુત્ર, રાજા વિરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઇઓ થયા. તેજપાલે ગિરનારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy