SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૨૩ : ગિરનાર ગુજરાત દેશના વઢીયાર વિભાગમાં લાલાઢ ગ્રામના ધારવાડ હતા. તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સેામસુન્દરસૂરિજી મહારાજ પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કરી, જ્યાં જ્યાં ગાયમા પદ આવતું ત્યાં ત્યાં સેનામહાર મૂકી હતી. પેાતાની પેાતાની માતાની અને સ્રીની મળીને કુલ ૬૩ તુજાર સેાનામહેાર જ્ઞાનખાતામાં વાપરીને પુસ્તક લખાવ્યાં હતાં. આ જ શ્રાવક સગરામ સેાનોએ ગિરનાર ઉપર ટૂંક ખ'ધાવી છે. તેમણે શ્રી સેામસુંદરસૂરિજીના ઉપદેશથી ૧૭ નૂતન જિનમંદિરા બંધાવ્યા અને ૫૧ મદિરાના જીર્ણોધાર કરાવ્યેા. બધે પ્રતિષ્ઠા શ્રી સેામસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. તેમણે માંડવગઢમાં સુપાર્શ્વનાથ જિનના પ્રાસાદ અને મક્ષીજીમાં મક્ષીજી પાર્શ્વનાથના પ્રાસાદ પણ કરાયેા હતા. આ હૂકના રંગમંડપ વગેરે દર્શનીય છે. ગભારા પણ વિશાલ છે. મૂળનાયક શ્રી સહુસણા પાર્શ્વનાથજી છે. આસપાસ કુલ પચીસ પ્રતિમાઓ છે. ભમતીમાં ત્રણ દેરાસર છે. તેમાં બે દેરાસરમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના મદિરમાં પાંચ પ્રતિમાઓ મળી કુલ ૧૧ પ્રતિમાઓ છે. એક પાષાણુની સુંદર ચાવીશી પણ છે. અત્યારે જે મૂલનાયક પ્રતિમાજી છે તે પાછળથી બેસાડેલ છે. તેમાં વિ, સ, ૧૮૫૯ જેઠ સુદિ ૭ ગુરુ પ્રતિષ્ઠાપક શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી છે. આ ટૂંક ગિરનાર ઉપર સૌથી ઊંચી દેખાય છે. દક્ષિણ તરફની દેરીના છાંય્યાર શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી તરફથી વિ.સં.૧૮૭૫ માં થયેલ છે. ભમતીમાં જાળી વગેરેનું કામ દેવચંદ લખમીચંદની પેઢીએ કરાવેલ છે. મંદિરમાં કેારણી વગેરે જોવાલાયક છે. કુમારપાળની ટૂંક ગુજરાતના મહારાજા પરમાતાપાસક કુમારપાલે જૈન ધર્મ સ્વીકારી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યજી મહારાજના ઉપદેશથી ૧૪૪૪ જિનમંદિર બંધાવ્યાં હતાં. આ જ મહારાજાએ ગિરનાર ઉપર પણ ભવ્ય જિનમંદિર બંધાવ્યુ હતુ. આ દેવાલયના માંગરેલના શ્રાવક શેઠ ધરમશી હેમચંદે જીર્ણોધ્ધાર કરાવ્યા છે. નવા કુંડ બનાવતી વખતે જે સુરગે મૂકેલી તેથી આ મદિરના કેટલેક ભાગ નાશ પામ્યા છે. મંદિરની પાસે દેડકી વાવ છે. નજીકમાં સુંદર ખગીચા છે. આ ટ્રેકના રંગમંડપ ઘણા જ માટી છે. પશ્ચિમ તરફથી ખીજું દ્વાર છે જ્યાંથી ભીમકુંડ તરફ જવાય છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા તરફ પ્રાચીન ખતિ પ્રતિમાએ છે. આ સ્થાન ભીમકુંડેશ્વર મહાદેવનુ છે એમ ઠરાવવા જુનાગઢના નાગર વેરીલાલ કેશવલાલના પિતા ભગવાનલાલ મદનજી કે જેઓ કાઠિયાવાડના નેટીવ એજન્ટ નીમાયા હતા તેમણે પ્રયત્ન કરેલા પરન્તુ તે પ્રસંગે અમદાવાદવાળા ઠાકરશી પુંજાશા કે જેએ પણ એજન્ટ હતા તેમણે ત્યાં આવી, દ્વાર ઉપરના ઉમરા ઉપર * ‘ગિરનાર માહાત્મ્ય 'ની પ્રસ્તાવનામાં લખ્યું છે ફ્રે-સંગ્રામ સેાની અકબર બાદશાહના જમાનામાં થયા હતા. બાદશાહ તેમને મામાના લાડકા ઉપનામથી ખેલાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy