________________
ઇતિહાસ ]
= ૧૧૯ :
ગિરનાર પહાણે અને એક લેખ આવે છે. તેમાં લખ્યું છે કે-ઋત્તિથી હંવત્ ૧૬૮૨ વર્ષે ર્સિવ बदी ६ सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उद्धार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीश्रीमाल જ્ઞાસિયમાં વિદગી મેદનીને(9) વાર પોઆગળ ઉપર કાઉસગ્ગીયા તથા પ્રભુમૂર્તિ છે. ત્યાંથી આગળ ઉપર એક વિસામે આવે છે. ત્યાંથી આગળ જતાં પંચેશ્વર જવાને જમણી તરફને રસ્તે આવે છે. ત્યાંથી થોડે દૂર જતાં શ્રીનેમીનાથજીને કેટને દરવાજો દેખાય છે. તે દરવાજા ઉપર શેઠ નરશી કેશવજીએ બંધાવેલ માડ-બંગલ છે.
માનસંગ ભોજરાજની ટૂંક અંદર જતાં જમણી બાજુ શ્રી માનસંગ ભોજરાજની ટુક આવે છે. તેમાં અત્યારે એક જ મંદિર છે. તેમાં શ્રી સંભવનાથ ભગવાન મૂલનાયક બિરાજમાન છે. પહેલા ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ-માંડવીના વિશા ઓસવાલ શેઠ માનસંગ ભેજરાજે બંધાવેલો છે. તે વખતે તેમણે મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યે તેથી આખી ટ્રક તેમના નામથી પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૯૩૨ માં શેઠ નરશી કેશવજીએ આ કુંડનો ઉદ્ધાર કરાવ્યું હતું. કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની ગોઠવણ કરેલી છે. જુનાગઢના આદીશ્વરજીના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસંગ ભેજરાજે વિ. સંવત ૧૯૦૧માં કરાવી હતી.
નેમિનાથજીની ટૂંક ડાબી બાજુએ શ્રી નેમિનાજીની ટૂકમાં જવાને દરવાજે છે. તે દરવાજા બહાર એક શાસ્ત્રી લેખ છે. આ લેખ વિ. સં. ૧૧૧૫ ચૈત્ર શુદિ ૭ને છે. આ લેખના નવમા લેકમાં લખ્યું છે કે યદુવંશમાં મંડલિક રાજા થયે. આ સંવમાં સેનાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બંધાવ્યું. આગળ તેની વંશાવલી ચાલે છે.
નેમિનાથજીની ટ્રકમાં મંડપની અંદર દિવાલમાં ત્રણ મૂતિઓ એક સાથે બિરાજમાન છે. નાની છે તે ૧૨૭૫ માં બનાવેલી શ્રી કુંજરાપદ્રિીય (?) ગચ્છના શાંતિરિની છે, બીજી બે મેટી મૂર્તિઓ છે તે શ્રી હેમચંદ્રસૂરિની અને શ્રી કુમારપાલરાજાની છે. રંગમંડપમાં એક થાંભલા પર સં. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાને, બીજા થાંભલા પર સં. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાને, ત્રીજામાં ૧૧૩૪ માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ)
દરવાજામાં પેસતાં ચેકીદારની રહેવાની જગા છે. તેની ડાબી બાજુ ચૌદ એર. ડાની ધર્મશાળા છે. ધર્મશાલાને ચેક મૂક્યા પછી પૂજારીઓને રહેવાની કેટલીઓને માટે એક આવે છે. તેમાંથી શ્રી નેમિનાથજીના ચેકમાં જવાય છે. આ એક ૧૩૦ ફીટ પહેળે, તથા ૧૯૦ ફીટ લાંબો છે. આમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું છે. વિશાલ દેવળને રંગમંડપ ૪૧૩ ફીટ પહોળું અને ૪૪ ફીટ લાંબો છે. ગભારામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com