SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર : ૧૧૮ : જૈન તીર્થને વાડમાં જામનગર જૈનપુરી જેવું ગણાય છે. જામનગરનું બેડીબંદર બહુ પ્રસિદ્ધ છે. જામનગર રેલવે સ્ટેશન છે. ગિરનાર તીર્થ (રૈવતાચલ) જુનાગઢ શહેર, કાઠિયાવાડ દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં દરિયાકિનારેથી વીસ માઈલને અંતરે આવેલ છે. સૌરાષ્ટ્રની રાજધાની જુનાગઢ કહેવાય છે. જુનાગઢમાં નવાબી રાજ્ય છે અને તે સેરઠ સરકારને નામે પ્રસિદ્ધ છે. જુનાગઢ સ્ટેશન છે. જુનાગઢ સ્ટેશનથી જુનાગઢ શહેર ૧ માઈલ દૂર છે. મુસલમાન યુગમાં તેનું નામ મુસ્તફાબાદ હતું. તેનાં પ્રાચીન નામ મણિપુર, ચંદ્રકેતુ, રૈવત અને જીર્ણદુર્ગ હતાં. સ્ટેશનથી શહેરમાં જતાં રસ્તામાં સ્ટેટનાં મકાને, મકબારાઓ વગેરે જેવા લાયક છે. સ્ટેશનથી શહેરમાં જવાની સીધી પાકી સડક છે; વાહનાદિ મળે છે. બજારમાં ન જતાં બારેબાર બહારથી જઈએ તે સુંદર જિનમંદિર, શેઠ પ્રેમાભાઈની ધર્મ શાલા, સામે જ બાબુવાળી ધર્મશાળા, જૈન કન્યાશાલા વગેરે આવે છે. ત્યાંથી આગળ જતાં ઉપરકેટ તથા તેની આસપાસ અનેક ગુફાઓવાળી ખાઈ, કિલ્લામાં અસલી ભેંયરાં, અનાજના કોઠારે, રા'નવઘણે બંધાવેલી અડીકડીની વાવ, નવઘણને કૂવે વગેરે જેવા લાયક છે. ઉપરકેટમાં ઈજીપ્ટમાં બનેલી (૧૫૩૩માં) લીલમ તપ, ચુડાનાલા તાપ, રા'ખેંગારને મહેલ (જે અત્યારે મરજીદ છે) વગેરે જેવા લાયક છે. તેમજ અશક, રૂદ્રદામા અને સ્કંદગુપ્તના લેખે, ર૭૫ ફૂટ ઊંડે દામોદર કુંડ વગેરે પ્રાચીન અવશે નિરીક્ષણીય છે. આગળ જતા તલાટી નીચે સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાલા, સુંદર જિનમંદિર, નજીકમાં સંઘવી પુલચંદભાઈની ધર્મશાલા વગેરે છે. શ્વેતાંબર મંદિર અને ધર્મશાલા સામે દિગંબર મંદિર અને ધર્મશાલા છે. શ્વેતાંબર ધર્મ. શાલામાં જૈન ભેજનશાલા ચાલે છે. આગળ જતાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી એક ચડા ની વાવ આવે છે પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજે છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિ. નાથ ભગવાનની દેરી આવે છે. તેમાં પાદુકાઓ છે. આ દેરી શ્વેતાંબરીય શ્રાવક લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવેલી છે. જુનાગઢના સુપ્રસિધ્ધ ધર્મપ્રેમી હૈ. ત્રિભુવનદાસ મોતીચંદના સુપ્રયત્નથી ગિરનાર ઉપર સુંદર પગથિયા બંધાઈ ગયાં છે. આગળ જતાં વચમાં પરબ આવે છે, જ્યાં બે-ત્રણ ઠેકાણે ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા જૈન પેઢી તરફથી રાખવામાં આવે છે. આગળ જતાં માલી પરબનું નવું ટાંકું આવે છે. ત્યાં ડાબા હાથ તરફ ચઢતાં પથ્થરમાં એક લેખ કરે છે, તેમાં લખ્યું છે કે-“સં. ૧૨૨૨ શ્રીશ્રીમાશાતી મધું બગાવાન વહ્યા કરતા ” અહીંથી આગળ ઉપર ચઢાવ કઠિન છે, પરંતુ પગથિયા બની જવાથી અનુકૂળતા સારી થઈ છે. ત્યાંથી થોડુ ચડીએ એટલે કાઉસ્સગ્ગીયા આવે છે, ત્યારપછી હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy