________________
ગિરનાર
: ૧૨૦ :
[ જૈન તીને શ્રી નેમિનાથ ભગવાનની સુંદર શ્યામ મૂર્તિ બિરાજમાન છે. ગભારાની આસપાસ ભમતી છે. તેમાં શ્રી તીર્થકર ભગવાન, યક્ષ, યક્ષિણી, સમેતશિખર, નંદીશ્વરતીપ વગેરેની સર્વ મલી ૧૭૫ મૂર્તિઓ છે. રંગમંડપમાં ૩૮ પ્રતિમાઓ છે. ગભારામાં પ મૂર્તિઓ છે. કુલ ૨૧૮ પ્રતિમાઓ શ્રી નેમિનાથજીના દેવાલયમાં છે. રંગમંઠ૫ના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૧૧૧૩ વર્ષે એક માણે ૧૪ રિને શ્રીસૂનામીજનિનાય: રિસર. વળી બીજા સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કેસંવત્ ૧૧૨૫ વર્ષે પ્રતિg #ારિતા ત્રીજા સ્થંભમાં લખે છે કે રાં. ૧૩૩પ માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું.
બહારને રંગમંડપ ૨૧ પહોળો અને ૩૮ ફીટ લાગે છે. તેમાં ગોળ એટલા ઉપર સંવત ૧૯૯૪ ના ચૈત્ર વદિ બીજે ૪૨૦ ગણધર પગલાં સ્થાપિત કરેલાં છે. આ એટલાની પાસે જ એક બીજો એટલે છે તેના ઉપર પણ ૪૨૦ પગલાં સ્થાપિત છે.'
પૂર્વ ઈતિહાસ | શ્રી નેમિનાથજીના દેવાલયને જીર્ણોદ્ધાર વિ. સંવત ૬૦૯ માં રત્નાશા શ્રાવકે કરાવ્યું હતું. આ સિવાય ટંડ સાહેબને એક લેખ મ હતો. તેમાં લખ્યું હતું કે “ધમ ઘેષસૂરિના શિષ્ય યશભદ્રસૂરિના શિષ્ય પં. દેવસેનગણિએ સંઘની આજ્ઞાથી સં. ૧૨૧૫ માં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યા. આ સિવાય અંબિકા દેવીની દેરીમાં પણ સં. ૧૨૧૫ ને એક લેખ છે.
વિ. સં. ૧૨૧૫ પહેલાં ગિરનારજીનો ઉધ્ધાર સજન દંડનાયકે કરાવ્યો હતે. વનરાજના શ્રીમાળી મંત્રી બના વંશજ સજજનને સિદ્ધરાજે સોરઠને દંડાધિપ (ઉપરી–સૂબે) નીપે હતું કે જેણે સેરઠ દેશની ઉપજ ખચીને ગિરનાર ઉપરના જીર્ણશીર્ણ કાષ્ટમય જૈન દેહરાને ઉધ્ધાર કરી નવું પાકું મંદિર બંધાવ્યું હતું. પરંતુ રિવતગિરિરાસુમાં આ પ્રમાણે ઉલલેખ મળે છે. વિ. સં. ૧૧૮૫ માં આ ઉધ્ધાર થયા હતે. (ા સચીવ વંચાતીય વરિ રેવંતરિયાણું) તેમજ ગુર્જરેશ્વર સિદ્ધરાજે શત્રુંજય તથા ગિરનાર બને તીર્થોને કપડાં ને ધજાઓ આપી હતી –પ્રબન્ધચિન્તામણિ.
* રત્નાશા કાશમીર દેશને રહેવાસી હતા. ગુરુઉપદેશથી રેવતાચલનું માહાભ્ય સાંભળી રેવતાચલન સંઘ લઈને તેઓ આવ્યા. રેવતાચલ પાસે મહાન ઉપસર્ગ પણ સહ્યો. બાદ સંધ સહિત રૈવતાચલ પર જઈ પ્રભુને અભિષેક કરતાં પ્રતિમાજી બહુ જ પ્રાચીન હોવાથી ગળી જવા પછી રતનાશાએ બે મહિના સુધી ઉપવાસ કરી દેવીની આરાધના કરી. દેવી પાસેથી બિંબ લાવી, નૂતન મંદિર બંધાવી તેમાં પ્રતિમાજી બિરાજમાન કર્યા. આજ આ રત્નાશાનું બિંબ કહેવાય છે.
–ચતુર્વિશતિ પ્રબંધ અને ગિરનાર મહાત્મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com