________________
પૂર્વ દેશનાં તીર્થોમાં સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શૌરીપુર, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, મથુરા તેમજ આગ્રા. દિલ્હી, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, કલકત્તા-મુશદાબાદ-અજીમગંજ વગેરેને પરિચયાત્મક ઈતિહાસ આપે છે.
છેલ્લે વિચ્છેદ તીર્થો અષ્ટાપદજી, મિથિલા, કપિલા, સેટમેટકિલા (શ્રાવસ્તિ), ભક્િલપુરને ટ્રેક પરિચય આપે છે.
આ સિવાય લખનૌ ને અધ્યા વચ્ચે “અહિચ્છત્રા” નગરીના ખંડેર ઉપલબ્ધ થયાં છે. તેની શોધખોળમાંથી અનેક જિનમંદિરે મળવાની સંભાવના છે. તેમજ ત્યાં અનેક પ્રાચીન સીકકાએ વિગેરે છે. તે પણ પ્રાચીન તીર્થભૂમિ છે.
તેમજ કાશી અને અબાજી વચ્ચેનું જેનપુર શહેર કે જ્યાં જેનોની ઘણી જ સારી વસતી હતી, ત્યાં એક મોટી વિશાલ મજીદ છે જે બાવન જિનાલય પ્રાચીન જૈન મંદિરમાંથી બની છે. આ પણ એક ઐતિહાસિક સ્થાન છે. સંશોધકોએ આ સ્થાનોની જરૂર મુલાકાત લેવા જેવી છે. તેને ટૂંક પરિચય આપે છે.
આવી જ રીતે ભરતપુર સ્ટેટમાં ડીગ-ભરતપુર, જયપુર સ્ટેટમાં મહાવીરજી વગેરે સ્થાન પ્રાચીન તીર્થરૂપ છે. ઉદયપુર સ્ટેટમાં તે મેવાડમાં તે જ્યાં જ્યાં રાજ્યને કિલ્લે બંધાય ત્યાં ત્યાં શ્રીકષભદેવજીનું મંદિર બંધાય આવો સિસોદીયા રાજવીઓને કાયદો હેવાથી ત્યાં અનેક મંદિરો, દેવસ્થાને, તીર્થ જેવાં જ છે.
ખરી રીતે તે હિન્દની આર્યભૂમિ જ એવી છે કે જ્યાં નાનામાં નાના ગામડાથી તે મોટા શહેરોના નિવાસીઓને પણ તીર્થસ્થાનની જરૂર પડે છે. ગામડે ગામડે તમે જેજે. ગામ બહાર થોડે દૂર-નદીકાંઠે કે જંગલમાં એકાંત સ્થાનમાં નાનું દેવમંદિર–પક્ષમદિર-માતૃમંદિર હશે જ હશે. અને નગરના ભાવિકજને પ્રેમ-શ્રદ્ધા અને ભક્તિથી હૃદયાંજલી આપતા જ હશે.
આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ જૈન તીર્થસ્થાનો, ખાસ કરીને શ્વેતાંબર જૈનતીર્થોને જ પરિચય આપે છે. બાકી હિન્દભરનાં તીર્થોનો ઇતિહાસ લખવા બેસીયે તો આવા પુસ્તકના કેટલાયે વિભાગે પ્રકાશિત કરવા પડે.
આટલું વાંચી સુજ્ઞ વાંચકે ને એમ પ્રશ્ન થશે જ કે આ બધું બરાબર છે, પરંતુ પ્રાચીન જન આગમ સાહિત્યમાં આ તીર્થો સંબંધી કાંઈ ઉલલેખ છે ખરે? અને હેય તે તેનાં પ્રમાણ જરૂર આપે. વાંચકેના આ પ્રશ્નનો જવાબ નીચે આપું છું
अहावय उज्जिते गयग्गपए धम्मचक्के य । पासरहाव-तनगं चमरुप्पायं च वंदामि ॥
શનાથપદેશાટના તથા તાિયાં છે તથા, અહિछत्रायां पार्श्वनाथस्य धरणेंद्रमहिमास्थाने । "
(આચારાંગ નિર્યુકિત, પત્ર ૧૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com