________________
હીરવિજ્યસૂરીશ્વરજીને પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ અહીં મેટી અંજનશલાકા પણ કરાવી છે, એમ શિલાલેખો જોતા જણાય છે. તીર્થ મહાન ચમત્કારી અને પ્રભાવિક છે. કંબધ તીર્થને ઉદ્ધાર થઈ ગયા પછી પાસેના ગામના જમણ પુર, વાઘપુર વગેરેના જીર્ણોદ્ધાર પણ થયા છે. તીર્થને મહિમા જ અદ્દભૂત છે.
આવી જ રીતે સેરીસામાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ એ બંધાવેલ મંદિરમાં પૂ. પા. શાસનસમ્રા આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના હાથે શેઠ આ. ક. ની પેઢીના પ્રયત્નથી પ્રતિષ્ઠા પણ થઈ છે. આવું જ પાનસરમાં પણ ચાર દેરીઓ નૂતન અને ભવ્ય બની છે. ભેજનશાળા પણ શરૂ થઈ છે. શંખેશ્વરજીમાં સુંદર નો લેપ થયો છે. ચાણુરમા પાસેના સેંધા ગામમાંથી એક વિશાલકાય સુંદર જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે જે ચાણસ્મામાં બિરાજમાન કર્યા છે.
રાજપુતાના વિભાગમાં આગિરિરાજ, દેલવાડા, અચલગઢ, કુંભારીયાજી તેમજ મ રવાડની નાની અને મેટી પંચતીથી, ફધી, સુવર્ણગિરિ, કાપરડા, કેરટાજી, શ્રી મેવાડ માં કેશરીયા, કરડેડાજી, નાગફણી પાર્શ્વનાથ, માળવામાં મક્ષી , અવંતિમાં આવતી પાર્શ્વનાથ શ્રી સિદ્ધચક્ર મંદિર નૂતન અને ભવ્ય બન્યું છે. માંડવગઢ વગેરે તેમજ જેસલમેર, બિકાનેર, અલવર, જયપુર, અજમેર, ઉદયપુર. ઇદે ૨, ધાર વગેરેને ટુંક પરિચય આપે છે. ચિતેડના મંદિરોને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા થઈ છે. રાણકપુરને ભવ્ય જીર્ણોદ્ધાર થયો છે તે અબૂનાં દેલવાડાનાં મંદિરોને જીર્ણોદ્ધાર શરૂ થાય છે. જાહેરમાં નૂતન નંદીશ્વરદ્વોપનું ભવ્ય મંદિર બન્યું છે. દક્ષિણમાં મહારાષ્ટ્રમાં કુપાક, અંતરી. ક્ષજી પાર્શ્વનાથ, ભાંડુકજી પાર્શ્વન થી મુક્તાગિરિ, થાણું, નાશીક વગેરેને પરિચય આપે છે. અંતરીક્ષપાશ્વનાથજીમાં શ્રી મૂળનાયકજીને ૨૦૦૫ માં સુંદર વા. લેપ થયે છે. થાણામાં સિધચક્રમંદિર પટ તથા શ્રી મુનિસુવ્રતસ્વામીનું નૂતન જિનમંદિર સુંદર બન્યું છે તેમજ ઉતર પ્રાંતમાં પંજાબમાં તક્ષશિલા, ભેરા, કાંગડા આદિના પરિચય સાથે તે પ્રાંતમાં પૂર્વાચાર્યોના વિહારને ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ લખી છે. પરંતુ આ પુસ્તક લખાયા પછી હિંદના ભાગલા પડતાં પૂ.પા. આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજી મહા શજના સદુપદેશથી જે અનેક શુભ કાર્યો થયાં હતાં તેમાં વળી પંજાબ દેશધારક પૂ પા. મૂલચંદ્રજી ગણિ મહારાજની જન્મભૂમિ શિયાલકોટમાં ત્રણ માળનું
મુખજીનું ભવ્ય મંદિર બન્યું હતું તેમાં પૂ.પા. શ્રી પંજાબદેશાધારક બુટેરાયજી મહારાજ પૂ. પા શ્રી મલચંદજી ગણું અને પૂ. શ્રી ન્યાયાંનિધિ વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ પણ સ્થાપિત થઈ હતી તે શિયાલકોટ, ગુજરાવાલા, ડેરા-ગાજીખાન, લાહોર વગેરે પાકિસ્તાનમાં જતાં ત્યાંની સ્થિતિને કાંઈ
ખ્યાલ જ નથી આવતા. એ મહાન સમાધિમંદિર-જ્ઞાનમંદિર વગેરેનું શું થયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાંની પરિસ્થિતિમાં માટે ફેરફાર થયે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com