SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત વિભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી, ચાણુર્માચારૂપ, પાટણ, પાનસર, સેરીસા ભેાયણ, મહેરા, મેત્રાણુ તારંભ, થંભતીર્થ, માતર, ભીલડીયાજી, રામસેન ભેરેલ, ઝઘડીયાજી, અગાશી તેમજ મુંબઇ, ભૃગુકચ્છ (ભરૂચ), ખંભાત, વડોદરા, અમદાવાદ, પાટણ, રાધનપુર, પાલનપુર વગેરેને પણ ટુંક પરિચય આપે છે. અમદાવાદમાં પ. પા. ગુરુદેવ શ્રી દર્શનવિજ્યજી ત્રિપુટી મહારાજના ઉપદેશથી અને પ્રેરણાથી સેસાયટીમાં (એલીસબ્રીજ) એક સુંદર જૈન પ્રાપ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમાં શ્રી ચારિત્રવિજયજી ન જ્ઞાનમંદિર છે જેમાં હજારે પુસ્તકને સંગ્રહ છે અને વિદ્યાભવનમાં પઠન પઠન સ્વાધ્યાય વર્ગ સારી રીતે ચાલે છે. શહેરમાં તેની શાખાઓ પણ ખુલી છે. વિદ્યાભવનને ઉદ્દેશ જેને સાહિત્યને પ્રચાર અને જનોને સ્વાધ્યાયને રસ લગાડી જૈન સાહિત્ય વાંચી તેને પ્રચાર અને પ્રભાવના કરતાં શીખે, જીવનમાં ઉતારે અને સાચા જેન બને તે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થની પાસે હમણાં કઈ તીર્થને જીર્ણોદ્ધાર થયેલ છે. પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ ઉદેરામ લઠ્ઠાએ ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોધાર કરાવ્યા છે. મંદિર નાનું નાજુક અને દેવભૂવન જેવું બનાવ્યું છે. કલકત્તાના સુપ્રસિધ્ધ કાચના મંદિરની નાની પ્રતિકૃતિ સમજી લે એવું નાનું ને નજીક મંદિર છે. મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી ભગવાન છે. આ મંદિરજીમાં વિ. સં. ૨૦૦૩ના મહા સુદ પૂર્ણિમાએ પ્રતિષ્ઠા થઈ છે અને પ્રતિષ્ઠા થઈ તે જ વખતે પ્રભુના મુખારવિંદમાંથી અમી ઝર્યું હતું. પ્રતિષ્ઠા પછી પણ યાત્રિકોને અનેક ચમત્કારો જોવામાં આવ્યા. અહીં ત્રણ માળની વિશાલ ધર્મશાળા છે, સુંદર ઉપાશ્રય છે. ભેજનશાળા ચાલુ છે અને ભાથું પણ અપાય છે. યાત્રિકોને બધી જાતની સગવડ છે. ચાણમાં અને હારીજ વચ્ચે જ કોઈ સ્ટેશન આવે છે. સ્ટેશન ઉપર જ નવી ધર્મશાળા પણ બંધાય છે. સ્ટેશનથી તીર્થસ્થાન મંદિર થી ના માઈલ દૂર છે. રોજ સ્ટેશન પર ગાડાનું સાધન પણ આવે છે. રસ્તે પણ સારો છે. ગામ બહાર મણિલાલ બંકાનું મકાન હતું તે પણ મનમોહન પર્વનાથ કારખાનાને આપવામાં આવ્યું છે. મુંબઈથી સાત ગાઉ દૂર શંખલપુર છે કે જે પ્રાચીન શંખપુરીનગરી હતી. ત્યાં પ્રાચીન ત્રણ માળનું ભવ્ય મંદિર છે. ત્યાં પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશ અને પ્રેરણાથી વજાદંડાદિ મહેસવ પચાસ વર્ષ થયે તેમજ નવીન ધર્મશાળા બંધાવવાનું ફંડ, જમીનનું વગેરે પણ નક્કી થઈ ગયું છે. કઈ તીર્થને પ્રાચીન ઇતિહાસ સાલમી સદીથી તે મળે જ છે. જગદ્ગુરુ શ્રી * મોઢેરામાં કંડ પાસેના પાણીના બંધનું બદકામ થતાં નીચે પ્રાચીન જન મૂર્તિઓ નીકળી હતી પરંતુ અનેક કારણોને લીધે તે મૂર્તિઓ હતી તે જ સ્થળે ઢાંકી વિષ આવી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy